Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જામકંડોરણાના ચાવંડી ગામે ગાળો બોલવા પ્રશ્ને બે ભાઈઓ ઉપર ચાર શખ્સોનો હુમલો

રાજકોટ, તા. ૨૮ :. જામકંડોરણાના ચાવંડી ગામે ગાળો બોલવા પ્રશ્ને બે ભાઈઓ પર ચાર શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણાના ચાવંડી ગામે રહેતા સુરેશભાઈ પુંજાભાઈ પરમાર તથા તેના ભાઈ જયેશભાઈ પર તે જ ગામના હરદીપ બાબુભાઈ પરમાર, દેવશી પીઠાભાઈ પરમાર, ગોરાભાઈ પીઠાભાઈ પરમાર તથા મેઘજીભાઈ કરશનભાઈ પરમારે લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.

ઈજાગ્રસ્ત સુરેશભાઈની પુત્રી પાણી ભરવા ગયેલ ત્યારે તે જ ગામનો હરદીપ બાબુભાઈ પરમાર ગાળો બોલતો હોય સુરેશભાઈ તથા તેના ભાઈ જયેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉકત ચારેય શખ્સોએ માર માર્યો હતો. આ અંગે ફરીયાદ થતા જામકંડોરણાના હેડ કોન્સ. એસ.બી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)