Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જસદણ-વિંછીયા વિસ્તારમાંથી લેવાયેલ ર૪ કોરોના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો

આટકોટ તા.ર૮ :જસદણ-વિંછીયા તાલુકામાંથી ગઇકાલે સ્થાનિક ૧૬ આરોગ્ય કર્મચારીઓ સહિત ર૪ વ્યકિતના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં બધાના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. જો કે ગઇકાલે એક સાથે ર૪ સેમ્પલ લેવાતા આ પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી પરંતુ રીપોર્ટ નેગેટીવ આવતા પ્રજામાં પણ રાહત ફેલાઇ ગઇ છે.

થોડા વખત પહેલા જસદણ ખાતે પણ કોરોના સેમ્પલ કલેકશન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં ગઇકાલે એકજ દિવસમાં ર૪ સેમ્પલ લેવાયા હોવાની વાત વાયુ-વેગે ફેલાઇ જતા દિવસ ભર પુછપરછો ચાલુ થઇ ગઇ હતી અને લોકોમાં ભયની લાગણી પસરી ગઇ હતી.

આજે સવારે આવેલા તમામના રીપોર્ટ નેગેટીવ આવતા લોકોમાં રાહત ફેલાઇ ગઇ છે.

ગઇ કાલે લેવાયેલા સેમ્પલમાં વિંછીયા તાલુકામાંથી ચાર સેમ્પલ લેવાયા હતા જે ચારેય આરોગ્ય કર્મચારીના હતા. જસદણમાંથી નવ સેમ્પલ લેવાયા હતા જેમાં નવ આરોગ્ય કર્મચારીઓ હતા આ ઉપરાંત આટકોટ ખાતેથી કુલ સાત સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ત્રણ આરોગ્ય કર્મચારીઓના હતા આમ ૧૬ આરોગ્ય કર્મચારી સહિત અમદાવાદ અને મુંબઇથી આવેલા કોરોના દર્દીઓના સીધા સંપર્કમાં આવેલા આઠ વ્યકિતના રીપોર્ટ પણ નેગેટીવ આવતા તંત્રએ તેમજ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આરોગ્ય કર્મચારીઓના સેમ્પલ લેવાયા હતા તેમાં ડોકટર્સ, નર્સીંગ સ્ટાફ તેમજ ડ્રાઇવરનો સમાવેશ થાય છે.

(11:42 am IST)