Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગોંડલના પાટીયાળી ગામે બાવળ કાપવા પ્રશ્ને છગનભાઈ મકવાણા સહિત બે ઉપર હુમલો

રાજકોટ, તા. ૨૮ :. ગોંડલ તાલુકાના પાટીયાળી ગામની સીમમાં બાવળ કાપવા પ્રશ્ને દલિત યુવાન સહિત ૨ ઉપર ૬ શખ્સોએ લાકડીથી હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાટીયાળી ગામે રહેતા છગનભાઈ ગોવાભાઈ મકવાણાએ ગ્રામ પંચાયત તરફથી સ્મશાન માટે બાવળ કાપવા રાખેલ હોય તે બાવળ કાપવા જતા હડમતાળા ગામના માવજીભાઈ મંગાભાઈ ભરવાડે બાવળ કાપવાની ના પાડી અને બાદમાં જીવણ મંગાભાઈ ભરવાડ, વસંત ઉર્ફે વિક્રમ મંગાભાઈ ભરવાડ, મધુબેન માવજીભાઈ ભરવાડ, મેહુલ માવજીભાઈ ભરવાડ તથા રાજુ માવજીભાઈ ભરવાડ રહે. બધા હડમતાળાને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી લાકડીથી હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહ્યા હતા. આ ડખ્ખામાં વચ્ચે પડેલ ગીરધરભાઈ ચનાભાઈ પટેલને પણ ઉકત ૬ શખ્સોએ લાકડીથી માર માર્યો હતો.

આ અંગે ઈજાગ્રસ્ત છગનભાઈની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ઉકત ૬ શખ્સો સામે રાયોટ અને એટ્રોસીટી એકટ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એસ.સી.-એસ.ટી. સેલના ડીવાયએસપી શ્રૃતિ મહેતા ચલાવી રહ્યા છે.

(11:41 am IST)