Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મોરબીના રંગપર પાસે અકસ્માતમાં બે મિત્રોના મોત

બોલેરો હડફેટે બાઇકસ્વાર મજુર નીમૈયચરણ તથા તેના મિત્ર બિષ્ણુપદાસના ઘટના સ્થળે જ મોતથી અરેરાટી

મોરબી તા. ૨૮ : મોરબીના રંગપર ગામ નજીક બોલેરોએ બાઈકને હડફેટે લેતા બાઈક સવાર બે મજુર મિત્રોના મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામ નજીક પુરપાટ આવતી બોલેરો જીજે ૩૬ ટી ૫૧૩૪ વાળીએ ફરિયાદી મનોજભાઈ સદાનંદભાઈ સિંગના બનેવી નીમૈયચરણ ગંગાઘર તથા તેના મિત્ર બીષ્ણુંપદદાસ ખગેન્દ્રનાથીદાસના મોટર સાઈકલને હડફેટે લઇ અકસ્માત કરી બંનેને ગંભીર ઈજા થતા સ્થળ પર મુત્યુ નીપજયા હતા.ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો બનાવ અંગે પોલીસે બોલેરો ચાલક વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતમાં મોતને ભેટેલ નીમૈયચરણ તથા તેનો મિત્ર બિષ્ણુપદાસ મૂળ ઓરિસ્સાના છે અને હાલ મોરબીમાં શોભેશ્વર સોસાયટીમાં રહી કારખાનામાં મજુરી કામ કરતા હતા. બંને મિત્રોના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(11:41 am IST)