Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જસદણના જંગવડમાં વૃધ્ધાને કોરોના પોઝીટીવ આવતા સમગ્ર એરિયા સીલ કરાયો

આ વિસ્તારના શ્રમિકોને તાકીદે કિટ વિતરણ કરી શ્રમિકોની મુશ્કેલી નિવારાઇ

 આટકોટ તા.ર૮ :.. જસદણના જંગવડ ગામે અમદાવાદથી આવેલા વૃધ્ધાને કોરોના પોઝીટીવ આવતા આજુબાજુના એ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

જેમાં મોટાભાગે શ્રમિક પરીવારો હોય ગઇકાલે ૩પ જેટલા પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ભવાની ટ્રાવેલ્સ વાળા બાબુભાઇ ખિસરીયા, હરીકૃપા પેટ્રોલ પંપ વાળા 'અકિલા'ના પત્રકાર વિજય વસાણી તુલસી ઓઇલ મીલ વાળા મનાભાઇ વસંતનો સહયોગ મળ્યો હતો.

આ કિટ વિતરણ સમયે જંગવડના સરપંચ દિનેશભાઇ સિધ્ધપરા, પી. એસ. આઇ. મેતા, બાબુભાઇ ડાભી, અશોકભાઇ ગાબુ સહિત ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : નિકુલ ખીસરીયા જંગવડ)

(11:39 am IST)