Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સાસણ રોડ પર ડમ્પરે બાઇકને હડફેટે લેતા દંપતિ પૈકી પત્નિનું મોત

ખીજડીયાના પતિ જમનભાઇને સારવાર માટે જુનાગઢ ખસેડાયા

જુનાગઢ તા. ર૮ :.. અહીંના સાસણ રોડ પર એક ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતા બાઇક પર સવાર દંપતિ પૈકી પત્નિ કંચનબેનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ મુળ ખીજડીયાના જમનભાઇ તેમના પત્નિ સાથે બાઇક લઇને વાડીએ જતા હતા ત્યારે મેદરડા - સાસણ રોડ પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ ડમ્પર ટુ વ્હીલરને અડધો કિલો મીટર સુધી દૂર ખેંચી ગયેલ. અકસ્માત માં ઘટના સ્થળે કંચનબેનનું મૃત્યુ નિપજેલ જયારે જમનભાઇ રાખોલીયાને મેંદરડા દવાખાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા હતાં. જમનભાઇેને પ્રાથમિક સારવાર ડો. પરમાર તથા ડો. સિંહાએ આપી હતી.

ઘટના સ્થળે પોલીસે દોડી જઇ ડમ્પર ચાલકને ઝડપી લીધો હતો. વધુ તપાસ મેંદરડા પીએસઆઇ એ.બી. દેસાઇ ચલાવી રહ્યા છે.

આ ટ્રક મુંદ્રાથી કોડીનાર સીમેન્ટના કારખાને કાચો માલ ભરીને જતો હોવાનું જાણવા મળેલ છે.

(11:37 am IST)