Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

માળીયામિંયાણાના વવાણીયા ગામે મકાનમાંથી ૨૦૪ બોટલ દારૂ પકડાયો

મોરબી એલસીબી સંદીપ ચાઉને દારૂ સાથે ઝડપી લીધા બાદ માળીયા પોલીસનો દરોડો

મોરબી, તા.૨૮: મોરબી એલસીબી ટીમે મોરબીના વરીયાનગરમાંથી આરોપીને દારૂ સાથે ઝડપી લીધો હોય જેના વવાણીયા ખાતેના મકાનમાં માળીયા પોલીસે રેડ કરતા ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે વરીયાનગરમાંથી આરોપી સંદીપ બેચર ચાઉને ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો અને તે મૂળ વવાણીયાના રહેવાસી હોય જયાં બાતમીના આધારે માળીયા પોલીસના ચેતનભાઇ કડવાતર સહિત ટીમે દરોડો કર્યો હતો અને આરોપી સંદીપ બેચર ચાઉના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૦૪ કીંમત રૂ.૮૧,૬૦૦નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:35 am IST)