Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

નમક ઉદ્યોગ રાજસ્થાનથી ઘણા મજૂરોને પાછા લાવ્યોઃ હજુ પણ ઘણા આવવા માટે છે તૈયાર

કંડલા તા. ર૮: લોકડાઉનમાં અન્ય ઉદ્યોગોની જેમ નમક ઉદ્યોગને પણ વિપરીત અસરો થઇ છે. તેના કારણે મજૂરો પોત પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા. પણ હવે જયારે ઉદ્યોગને મજૂરોની જરૂર છે ત્યારે આ ઉદ્યોગે બસો મોકલીને મજુરોને પાછા બોલાવવાની યોજના બનાવી છે.

રાજસ્થાનના બાડમેરથી અત્યારે ૧૦૦ થી ૧રપ મજૂરો થોડા દિવસ પહેલા જ અહીં લાવવામાં આવ્યા છે. આ મજૂરોને કવોરન્ટાઇનની મુદ્દતનો પણ પગાર આપવામાં આવી રહ્યો છે. સાથે જ તેમને થોડો વધારે પગાર પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. મજૂરોની વાપસી, મજૂરો અને ઉદ્યોગના પરસ્પર સહકારથી શકય બની રહી છે. હવે કચ્છના ગાંધીધામ અને કંડલામાં સોલ્ટ રીફાઇનરીમાં ધીમે ધીમે કામ પણ શરૂ થઇ ગયું છે.

(11:30 am IST)