Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ઉનાના દિપક બાબરીયાએ ઝેર પીધું: વ્યાજખોરોના ત્રાસનો આક્ષેપ

રાજકોટ તા. ૨૮: ઉનામાં વેરાવળ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં દિપક વાલજીભાઇ બાબરીયા (ઉ.૩૬) નામના વણકર યુવાને ૨૬મીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ઉના સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

દિપક મકાન લે વેંચનો ધંધો કરે છે અને સંતાનમાં એક પુત્ર છે. તેના સગાના કહેવા મુજબ વ્યાજખોરીમાં દિપક ફસાઇ ગયો છે. હાલમાં વ્યાજની ઉઘરાણી માટે કેટલાક શખ્સો ધમકીઓ આપતાં હોઇ તેણે કંટાળી જઇ આ પગલુ ભર્યુ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરી હતી.

(11:26 am IST)