Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

શિહોર પાસે બાઇકમાં ચા લેવા જતા અલ્પેશ મકવાણાનું એસ.ટી. બસ હડફેટે મોત

ભાવનગર, તા. ર : ભાવનગર જીલ્લાના શિહોરના ગુંદાળા મહાકાળી મંદિર પાસે રહેતા અને હિરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકાર યુવાન અલ્પેશ રણછોડભાઇ મકવાણા ઉ.વ.૧૯ તના હિરો હોન્ડા મોટર સાઇકલ ઉપર ચા લેવા જતો હતો.

ત્યારે શિહોરથી સવોત્તમ ડેરી નજીક એક સામેથી છકડો આવતા બાઇક બાજુમાં જઇ રહેલ જીજે૧૮-જે-૬૯૩૬ નંબરની એસ.ટી. બસ સાથે અથડાતા ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું. આ અંગે શિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:31 am IST)