Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

દ્વારકામાં શિવરાજસિંહ રોડ ઉપર ૨ માળની ઇમારત ધરાશાયી

તસ્વીરમાં ઇમારતનો કાટમાળ નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

 દ્વારકા તા. ૨૮ : યાત્રાધામ દ્વારકામાં શિવરાજસિંહ રોડ ઉપર એક ઇમારત ધરાશાયી થતા દોડધામ મચી ગઇ છે.  દ્વારકામાં શિવરાજ સિંહ રોડ પર આવેલી બે માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ જતા ઇલેકટ્રોનિકસની લાખો રૂપિયાની વસ્તુઓ દટાઈ હતી.લોકડાઉનના કારણે લોકોની અવર જવર ના હોવાને લીધે મોટી જાનહાની ટળી હતી. સ્થાનીક લોકો એ માલસમાન હટાવવા કામગીરી હાથે ધરી હતી. આ બનાવની જાણ થતા દ્વારકા પોલીસ અને દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

(11:16 am IST)