Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

બીએસએફને પેટ્રોલિંગ દરમ્યાન કચ્છના દરિયામાંથી વધુ એક ચરસનું પેકેટ મળ્યું

હાલમાં જ પોલીસને મળેલા ચરસના બિન વારસુ જથ્થા પૈકીનું જ આ પેકેટ

ભુજ,તા.૨૦: કચ્છના દરિયામાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો ચાલુ જ છે. જખૌ નજીક બીએસએફની ટીમને ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું.

બીએસએફની ૧૭૨મી બટાલિયનના જવાનોને દરિયામાં પેટ્રોલિંગ દરમ્યાન આ ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. જખૌ નજીક દરિયામાં મોટા પીર ટાપુ નજીક દરિયામાં તરતું બિન વારસુ ચરસનું આ પેકેટ તરતું જોવા મળ્યું હતું.

જે વાયોર (નલિયા) પોલીસને સોંપી દેવાયું છે. હજી ગત અઠવાડિયે જ પોલીસે અહીંથી જખૌના આ જ દરિયામાંથી શેખરણપીર ટાપુ નજીકથી ચરસના ૨૪ લાખ રૂપિયાના ૧૬ પેકેટ બિનવારસુ ઝડપ્યા હતા. આ એક પેકેટ પણ એમાંનું જ હોવાનું પોલીસ માની રહી છે.

(11:44 am IST)