Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ચંદ્રપુર પાસે બળદને કતલખાને લઇ જતુ પીકઅપ વાહન પકડાયુ

ગૌ-રક્ષકોએ પીછો કરતા વાહન ચાલક સહિત ત્રણ ભાગી ગયા

 વાંકાનેર તા. ર૮ :.. વાંકાનેર પંથકમાંથી કતલખાને ધકેલાતા ગૌવંશની પ્રક્રિયા ફરી શરૂ થઇ રહી હોય તેવુ લાગી રહ્યું છે અગાઉ એનક વખત ગૌ રક્ષકો અને પોલીસે ધોસ બોલાવી અનેક અબોલ જીવોને બચાવ્યા છે અને આ પ્રવૃતિમાં બ્રેક પણ લાગી હતી.

મળતી વિગત મુજબ વાંકાનેર-બાઉન્ડ્રી રોડ પરથી ગૌવંશ સાથે પીકપ વાહન પસાર થતી હોવાની બાતમી વાંકાનેરના ગૌ-રક્ષકોને મળતા તેઓ ચંદ્રપુર ગામ નજીક વોંચમાં હતા ત્યારે આ પીકપ વાહન પસાર થતા તેને અટકાવવાનો પ્રયાસ કરેલ અને ગૌ-રક્ષકોની ટીમને જોઇ વાહન ચાલકે અંધારામાં વાહન રોકી ત્રણ શખ્સો વાહન મુકી નાસી છૂટયા હતાં.

વાહનની તલાસી લેતા તેમાંથી એક બળદ મળી આવેલ હતું. આ અંગેની શહેર પોલીસને જાણ કરાતાં પીએસઆઇ જાડેજા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ અને બળદ સાથે વાહન કબજે કર્યુ હતું. અને અજાણ્યા શખ્સો સામે વાંકાનેર શીવસેનાના પ્રમુખ અને ગૌરક્ષક મયુર રમેશભાઇ જાદવની ફરીયાદ લઇ નાસી છૂટેલા શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. (પ-ર૦)

(11:46 am IST)