Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મોરબી જીલ્લાના વધુ પાંચ દર્દીના કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાશકારો

મોરબી જીલ્લામાં રવિવારે મોડી રાત્રે લેવાયેલા બે સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ સોમવારે વધુ પાંચ દર્દીના સેમ્પલ લેવાયા હતા જે તમામ પાંચ સેમ્પલ નેગેટીવ આવ્યા છે 

મોરબીના ધરમપુરના ૩૨ વર્ષના યુવાન અને વાંકાનેરના કોઠીની 3 મહિનાની બાળકીને રાજકોટ દાખલ કરવામાં આવ્યા છે જયારે મોરબી સિવિલ હોસ્પિટલમાં મોરબીના ૫૦ વર્ષના પુરુષ અને ૩૬ વર્ષના પુરુષને તેમજ ક્રિષ્ના હોસ્પિટલમાં ૪.૫ વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા પાંચેય દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ પાંચ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે 

(12:22 am IST)