Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ગોંડલના દેરડી કુંભાજીમાં યુવતીનો ગળે ફાંસો ખાઈને આપઘાત મૃતક કૃતિકા વ્યાસે તાજેતરમાં પાંચ જેટલા બનાવ્યા હતા ટિકટોક વીડિયો

રાજકોટ : કોરોના વાયરસને કાબુમાં રાખવા હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે ત્યારે ગોંડલના દેરડી કુંભાજીમાં એક યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તેની હાલ કોઈ માહિતી મળી છે. યુવતીએ થોડા દિવસ પહેલા જ પોતાના ટિકટોક વીડિયો બનાવ્યા હતા.

 

           મળતી માહિતી પ્રમાણે ગોંડલના દેરડી કુંભાજી ખાતે કૃષિકા વ્યાસ નામની યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવતીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. એવી પણ માહિતી મળી છે કે યુવતીએ થોડા દિવસ પહેલા ટિકટોક પર પોતાના પાંચ વીડિયો અપલોડ કર્યા હતા. યુવતીએ જે વીડિયો ટિકટોક પર અપલોડ કર્યા છે તેમાં તે લાગણીસભર જોવા મળી રહી છે. સમાચાર મળતા ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આપઘાત પાછળના કારણ અંગે વધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.
          કૃષિકાએ થોડા દિવસ પહેલા પોતાના ટિકટોક વીડિયો બનાવ્યા હતા. આવા જ એક વીડિયોમાં કૃષિકા કહી રહી છે કે, "ઘણા દિવસ પછી ટિકટોક પર પાંચ વીડિયો બનાવ્યા છે. કોઈ તો મારું આઇડી ચેક કરો."
           બીજા એક વીડિયોમાં કૃષિકા એક ડાયલોગ પર અભિયન કહી રહી છે. "તેરા દીયા હુઆ જખ્મ મુજે કામ આ ગયા. ભરી મહેફિલ મેં મેને બેવફા કહા ઔર સબકી લબો પે તૈરા નામ આ ગયા." વધુ એક ટિકટોક વીડિયોમાં કૃષિકા એક બોલિવૂડ ગીત "અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે..." સોંગ પર એક્ટિંગ કરી રહી છે.
           હાલ રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લૉકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ છે ત્યારે આગામી ત્રિજી મેના રોજ લૉકડાઉનની સ્થિતિને 40 દિવસ પૂર્ણ થશે. ત્યારે અનેક એવા બનાવો સામે આવી ચૂક્યા છે કે જેમાં લોકો પોતાના ઘરની અંદર રહી કંટાળી ગયા છે. આ માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પહેલેથી જ આ પ્રકારના લોકોનું ફોન દ્વારા કાઉન્સેલિંગ થઈ શકે તે માટે એક કાઉન્સેલિંગ કંટ્રોલરૂમનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ જ પ્રકારનો કાઉન્સેલિંગ કંટ્રોલરૂમ રાજકોટની કલેકટર કચેરીમાં પણ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 10થી પણ વધુ લોકો કાર્યરત છે. રાજકોટ શહેર તેમજ જિલ્લાના લોકો પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકે તેનું નિરાકરણ મેળવી શકે તે માટે કાઉન્સેલિંગ કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
           સરકારના આવા પ્રયાસો છતાં કેટલાકની આર્થિક સ્થિતિ નબળી બનતા આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે તો કેટલાક લોકોની માનસિક હાલત ખરાબ થતાં થતા આત્મહત્યા કર્યાંનું સામે આવ્યું છે. જોકે, ગોંડલના આત્મહત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે પોલીસ તપાસ બાદમાં જ માલુમ પડશે.

(7:14 pm IST)