Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સાધ્વીજી લલીત પ્રભાશ્રીજી કાળધર્મ પામ્યા

તેમની પાટ ઉપર સુવડાવ્યા બાદ બ્રેઇન ડેડ સાધ્વીજીએ આંખ ખોલી આર્શીવાદ આપ્યા

પાલીતાણા પાસેના હસ્તગીરી તીર્થમાં શનિવારે એક ચમત્કાર સર્જાયો, જેમાં કોમામાં રહેલ બ્રેઇનડેડ સાધ્વુજી લલીત પ્રભાશ્રીજીએ પોતાના સ્થાન પર પહોંચ્યા ને વેન્ટીલેટર હટાવતા આંખ ખોલી અને હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા, મેડીકલ સાયન્સની દ્રષ્ટિએ આ વસ્તુ શકય નથી. આ સમયે ધર્મજ્ઞાન સંભાળવતા આચાર્ય જિનદર્શનસુરિજી મહારાજ સાહેબ, રાજકોટનાં સાધુ-સાધ્વીજીઓનું વૈયાવચ્ચ કરનારા અનીષ શાહ અને સાધુ- સાધ્વીજી-ભગવંતોની હાજરીમાં આ બનાવ બન્યો. 

 ૬૨ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવનાર આ સાધ્વીજીની તબિયત ખરાબ થતા ચાર- દિવસ પહેલાં ૨ાજકોટથી દિલીપભાઈ વસા તેમને કાર્ડયાક એમ્બ્યુલન્સમાં રાજકોટ શિફ્ટ કરેલ.સાધ્વાજી ભાનમાં હતા. મારો અંતિમ શ્વાસ, મારા જ પાટ પર થાય તે ખાશ જોજો તેવું દિલીપભાઈ વસાને કહ્યું, પાંચ વર્ષ પહેલાં પણ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દિલીપભાઈએ તેમની સેવા કરેલ. રાજકોટ આવ્યા પછી સાધ્વીજી કોમામાં જતા રહેલ અને બ્રેઇનડેડ જાહેર થયેલ તેમની અંતિમ ઇચ્છા પૂરી કરવા વેન્ટીલેટર સાથે દિલીપભાઈ વસા અને રાજકોટના અનીષ શાહ પાલીતાણા લઇ ગયેલ. સર્વપ્રથમ પાલીતાણાં શેત્રુંજય તળેટીએ તેમને એમ્બ્યુલન્સમાંથી દર્શન કરાવ્યાં, સાથેના સાધ્વીજી-ભગવંતોએ પહેલા પગથિયે માથું ટેકવી આશીર્વાદ માંગ્યા. ત્યાંથી ૧૦ કિલોમીટર દૂર આવેલ હસ્તગીરી તીર્થમાં સાધ્વીજીને તેમના જ સ્થાન (ઉપાશ્રય)તે જે પાટ ઉપર બેસતા ત્યાં સુવડાવી ધર્મોધ્યાન સંભળાવવાનું શરુ કર્ય. ૧૦-૧૫  મીનીટ પછી વેન્ટીલેટર કાઢતા ચમત્કાર સર્જાયો હોય તેમ સાધ્વીજીએ આંખો ખોલી ને જમણો હાથ ઉચો કરી આશીર્વાદ મુદ્રામાં રાખ્યા, બધા જ આ જોતા રહી ગયા ને બે મીનીટ બાદ સાધ્વીજી કાળધર્મ પામ્યા, મેડીકલ સાયન્સની દ્રષ્ટિએ આ શકય નથી.

લોકડાઉનને કારણે પાલીતાણાના યુવક મંડળ અને આજુબાજુના ગામડાની મદદ લઇ પાલખીયાત્રામાં સ્થાન અપાયું, પાલીતાણાથી ખબર ફેલાતા સાધુ-સાધ્વીજીઓ હસ્તગીરી પહોંચ્યા, બહુ જ થોડા માણસો અને સાધુ-સાધ્વીજીઓની હાજરી વચ્ચે પાલખી યાત્રા શરુ થઇ ત્યાં બીજો ચમત્કાર સર્જાયો, બે મીનીટ સધી ચંદનના છાટા ઉપાશ્રય અને આજુબાજુના વિસ્તારોમાં પડવાના શરુ થયે, ઉપાશ્રય પાસે રહેલ ગાડીના કાચ ઉપર ચંદન જામી ગયું અને આખી સુગંધ પ્રસરી ગઇ સાધ્વીજીના સંસારી પરિવાર મુંબઈ હોવાથી આવી ન શકયો, તેમને વીડિયો કોલીંગથી દર્શન કરાવાયા. અગ્નિ સંસ્કારનો લાભ દિલીપભાઈ વસાને જ મળ્યો, દિલીપભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચમાં લાગેલા છે, આટલા વર્ષોમાં પહેલી જ વાર આવો અનુભવ થયો, જેનું વર્ણન થઇ શકે નહીનું તેમણે જણાવેલ.

(3:48 pm IST)