Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

રાજકોટ જિલ્લાના ૬ યાર્ડોમાં ઘઉં સહિત વિવિધ જણસીઓની ૨૩ હજાર કવીન્ટલની આવક

ધ્રોલ, જેતપુર, ગોંડલ, કોડીનાર, બાબરા સહિતના માર્કેટીંગ યાર્ડો ધમધમવા લાગ્યા

રાજકોટ તા. ૨૮ : રાજકોટ,ઙ્ગજેતપુર,ઙ્ગઉપલેટા,ઙ્ગજસદણ, ધોરાજી અને ગોંડલની બજાર સમિતિઓમાં ગઇકાલે દરમ્યાન કુલ ૮૧૫ ખેડૂતોના ૧૦૪૪૧ કિવન્ટલ ઘઉં, ૩૧૫૨ કિવન્ટલ ચણા અને ૯૬૦૦ કિવન્ટલ અન્ય જણસીની આવક થઇ છે.લોકડાઉનની પરિસ્થિતિમાં ગ્રામિણ અર્થતંત્રને ધબકતું રાખવા ખેડૂતોની અનાજની જણસોનું વેચાણ કરવા માટે રાજયસરકારે ૨૦ એપ્રિલ પછી વિવિધ માર્કેટીંગ યાર્ડ કાર્યરત કરવાનું શરૂ કર્યું છે,ઙ્ગજે અન્વયે રાજકોટ બજાર સમિતિમાં આજરોજ ૨૪૨ ખેડૂતો ૫૫૦૦ કિવન્ટલ ઘઉં, ૨૦૦૦ કિવન્ટલ ચણા તથા ૨૧૭૭ કિવન્ટલ અન્ય જણસો, ઉપલેટા બજાર સમિતિમાં ૧૪ ખેડૂતોના ૫૦ કિવન્ટલ ઘઉં તથા ૨૦૫ કિવન્ટલ અન્ય જણસો, જસદણ બજાર સમિતિમાં કુલ ૭૬ ખેડૂતોની ૪૫૦ કિવનટલ અન્ય જણસો, જેતપુર બજાર સમિતિમાં ૧૬ ખેડૂતોની ૧૪૬૫ કિવનટલ અન્ય જણસો, ધોરાજી બજાર સમિતિ ખાતે ૧૭  ખેડૂતોની ૩૦૧ કિવન્ટલ ઘઉં, પાંચ કિવન્ટલ ચણા તથા ૧૦૩ કિવન્ટલ અન્ય જણસો જયારે ગોંડલ બજાર સમિતિમાં ૪૫૦ ખેડૂતોના ૪૫૯૦ કિવન્ટલ ઘઉં, ૧૧૪૭ કિવનટલ ચણા તથા ૫૨૦૦ કિવન્ટલ અન્ય જણસો વેચવા માટે ઉપસ્થિત રહયા હતા.

જણસોની ગુણવત્ત્।ા મુજબ ખેડૂતોને ઘઉંના એક કિલોના રૂ. ૧૬ થી ૧૮.૫૦, ચણાના એક કિલોના રૂ. ૪૦ થી ૪૧ અને અન્ય જણસીઓના રૂ. ૩૯ થી ૧૨૫ લેખે ભાવ ઉપજયા હતા. તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રી ટી.સી.તીર્થાણીની યાદીમાં જણાવાયું છે.

(3:47 pm IST)