Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જેતપુરના મેહુલ ડાભીને નીંદ્રાધીન હાલતમાં જ ગળેટુંપો આપીને પતાવી દીધો'તો

૧૩'દિ પહેલા ઘરમાં ડખ્ખો થતા પુત્રને પતાવી દઇને પિતાએ લાશ દાટી દીધી'તી

રાજકોટ તા. ર૮ : જેતપુરમાં દારૂ પીને વારંવાર ઘરમાં ડખ્ખો કરનાર પુત્રને સગા પિતાએ ગળેટુંપો દઇને હત્યા કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતા રામજીભાઇ ડાભીએ તેના પુત્ર મેલુની હત્યા નીંદ્રાધીન અવસ્થામાં જ ગળેટુંપો દઇને કરી હોવાનું જાણવા મળ્યું છે.૧૩ દિવસ પહેલા ઘરમાં ડખ્ખો થતા પૂત્રને પતાવી દઇને પિતાએ કારખાનામાં ખાડો કરીને મૃતદેહને દાટી દીધો હતો.

કારખાનામાંં મૃતદેહની દુર્ગંધ આવતા પોલીસે તપાસ શરૂ કરતા આ હત્યાના બનાવનો પર્દાફાશ થયો હતો. મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડેલ છે.મૃતક મેહુલનો ૧૩ દિવસથી પતો ન લાગતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ અંતે તેનો મૃતદેહ મળ્યો હતો.

(3:47 pm IST)