Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ફસાયેલાને વતનમાં પહોંચાડવા માટે વ્યવસ્થા કરો, નહિતર વધુ હેરાન થશે

અમરેલીના (લાઠી) ધારાસભ્ય વીરજી ઠુમરની રજુઆત

ગાંધીનગર તા. ર૮ : લાઠી-બાબરાના કોંગી ધારાસભ્ય વીરજીભાઇ ઠુમરે અમરેલી જિલ્લામાં અને જિલ્લા બહાર ફસાયેલા લોકોને અવન જવનની છૂટ આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

શ્રી ઠુમરે પત્રમાં જણાવ્યું છે. કે અમરેલી જિલ્લો ૮૦% ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે તે પૈકીના સુરત અમદાવાદ તેમજ અન્ય જિલ્લામાં નાના-મોટા હિરા ઉદ્યોગ અને અન્ય વ્યવસાયમાં ખેડુતો તેમના વારસદારો સંકળાયેલા છે. સિંચાઇની સુવિધા ન હોવાને કારણે મોટાભાગના ખેડુતો ચોમાસુ પાક લે છે અને આ પાક લીધા પછી પોતાના સગા-સબંધીના વ્યવસાય સાથે જિલ્લા બહાર મદદગારીમાં જોડાયેલા રહે છેતેઓ તેમજ તેમના વારસદારો એપ્રિલ, મે, જુન મહિનામાં આવીને પોતાની ખેતી સંભાળી ખેડ કરે છે. પરંતુ ૬ અઠવાડીયા લોકડાઉન કરવામાં આવેલ છે હવે વતનમાં આવી ખેડ ખેતીનું કામ કરવું જરૂરી બન્યુ છે. પરંતુ એસ.ટી., રેલ્વે વ્યવહાર તેમજ ખાનગી ટ્રાવેલના લોકડાઉનના કારણે આવા ખેડુતો અને બહારથી કામ અર્થે અમરેલી આવીને કામ ન મળતુ હોવાને કારણે જેતે જગ્યાએ ફસાયેલા છે. કોઇ વ્યવહારીક કામે સુરત, અમદાવાદ કે અન્ય જગ્યાએ ગયા હોવા તેમજ અમરેલી આવેલા ઘણી વિશાળ સંખ્યાના લોકો ગમે ત્યાં ફસાયેલા હોવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયેલા છે તેમને તેમના વતનમાં જવું ખુબ જ જરૂરી છેજો તેમ થવા દેવામાં ન આવે તો આવતું આખુ વર્ષપડકારનું વર્ષ બની રહેશે. કોરોના વાયરસનો સામનો કરવો પણ અતિ જરૂરી છે આ બંને વચ્ચેનો વ્યવહારીક રસ્તો કાઢવો પણ ખુબ જરૂરી છે. ધારાસભ્યો સાથે વિડીયો કોન્ફરન્સ કરી સુચના માંગવી જોઇએ.

(3:46 pm IST)