Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કચ્છ: લખપતના મહિલા રહીમાબેન જતે અંતે એક મહિને કોરોનાને હરાવ્યો

(ભુજ) કચ્છના કોરોનાગ્રસ્ત પ્રથમ દર્દી રહીમાબેન જતે અંતે કોરોનાને મ્હાત આપી છે. સતત એક મહિનો થયો કોરોના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ આવતાં રહીમાબેનનો કેસ પેચીદો બન્યો હતો. જોકે, અંતે લખપતના આશાલડી ગામના આ ૫૯ વર્ષીય મહિલાએ કોરોનાને હાર આપી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલી જાણકારી મુજબ આજે સવારે તેમના બીજા ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે સાંજે તેમને રજા અપાશે.

(1:38 pm IST)