Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ચોટીલામાં દેશી દારૂના હાટડાઓઃ વહેંચાતી પોટલીઓના વિડીઓ વાયરસ થતા તપાસ

ચોટીલા, તા.૨૮: ચોટીલા શહેરમાં શોશ્યલ મિડીયામાં વોટ્સઅપ ગૃપમાં ચાર જેટલા અલગ અલગ વિડીયો વાયરલ કરી શહેરમાં ચાલતા ધમધોકાર દેશીદારૂનાં હાટડાઓ અને વહેચાતી પોટલીઓનો વિડિયો કોઇએ વહેતા કરતા ચકચાર મચેલ છે અને આ અંગે પોલીસમાં પણ દોડધામ ઉઠેલ છે.

વિડીયોમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની હાટડીઓ દેખાડવામાં આવી છે. અને વ્યસનીઓ પોટલીઓ લેતા પૈસા દેતા જેવા દ્રશ્યો છે. તેમજ મોટાભાગની કલિપોમાં મહિલાઓ દ્વારા વેચાણ કરાતું હોવાનું દ્રશ્ય માન થાય છે એક કિલપ ચૌકાવનારી એક નાનકડી બાળકી દેશી ની પોટલીની કોથળી તેના મોઢે રાખીને ચુસતી દેખાય છે તેમજ સગીર યુવતી પણ વેચાણ કરતી કેદ થયેલ છે ત્યારે સમગ્ર વાયરલ વિડીયો અનેક લોકોમાં પ્રસરતા ચકચાર જાગેલ છે અને પોલીસ પણ આ મામલે હરકતમાં આવેલ છે. આ વાયરલ વિડીયો શહેરમાં ફરતો થતા લોકડાઉન વચ્ચે બિન્દાસ પણે ચોટીલામાં દેશી વહેચાતો હોવાનો પણ મેસેજ કિલપ સાથે ફરતો કરેલ છે આ વિડીયો પોલીસનાં ધ્યાને આવતા તેઓએ આ વાયરલ વિડીયોએ લઈને તપાસ હાથ ધરેલ હોવાનું જણાવેલ છે જો કે આ વિડીયો અંગે કયારનો છે તે અંગે કોઇ પુષ્ટી થયેલ નથી.

(12:56 pm IST)