Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ચુડા તાલુકાના નવી મોરવાડમાં જુથ અથડામણમાં ૮ને ઇજા

વઢવાણ, તા.૨૮: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે અલગ અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ બન્ને જુથો હિંસક હથીયારો વડે સામસામે આવી જતાં જુથ અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને પક્ષના મહિલા સહિત ૮ શખ્સો મંજુબેન ઈશ્વરભાઈ ગોવીંદીયા, જીતુભાઈ ઈશ્વરભાઈ ગોવીંદીયા, ભાવનાબેન મેહુલભાઈ ગોવીંદીયા, શૈલેષભાઈ ભરતભાઈ ગોવીંદીયા, અશોકભાઈ ઝવેરભાઈ ગોવીંદીયા, રમેશભાઈ બેચરભાઈ પરમાર, દ્યનશ્યામભાઈ રમેશભાઈ પરમાર, રંજનબેન ડાયાભાઈ પરમાર સહિતના લોકોને ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જયારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં જુથ અથડામણ થઈ હોવાનું બહાર આવ્યું હતું.

(12:55 pm IST)