Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા વધુ ૧૩૯ શખ્સો પકડાયા : ર૬ર વાહનો ડીટેઇન

રાજકોટ, તા. ર૮ : જીલ્લામાં કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉનનું જાહેરનામુ અમલમાં હોવા છતાં અનેક લોકો તેનો ભંગ કરી રહ્યા છે. વધુ ૧૩૯ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને ર૬ર વાહનો ડીટેઇન કર્યા હતાં.

રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું કે, જીલ્લા વિસ્તારમાં બિન ઉપયોગી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ સિવાયની દુકાનો, રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમૂહને એઠકો કરી કોઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજૂરોને પોતાના કારખાના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મંજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજૂરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબૂર કરતા કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ છે. ગઇકાલે જીલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં જાહેરનામા ભંગના ૧૦૯ ગુન્હાઓ દાખલ કરાયા હતાં અને ૧૩૯ શખ્સોની ધરપકડ કરાઇ હતી. જયારે એમવી. એકટ ર૦૭ હેઠળ ર૬ર વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતાં.

લોકડાઉન અંતર્ગત લોકોને અગત્યના કામ સિવાય બહાર ન નીકળવા અંતમાં રૂરલ એસ.પી. બલરામ મીણાએ અપીલ કરી છે. (૮.૯)

 

(12:53 pm IST)