Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સૌરાષ્ટ્રના યાર્ડોમાં ઘઉં, ધાણા, જીરૂ, ચણા સહિતની આવક

ધ્રોલ, જેતપુર, ગોંડલ, કોડીનાર, બાબરા સહિતના માર્કેટીંગ યાર્ડો ધમધમવા લાગ્યા

ધ્રોલઃ માર્ર્કેટીંગ યાર્ડ, આજથી ધમધમવા લાગ્યું છે ત ેનજરે પડે છે.(તસ્વીરઃ હસમુખરાય કંસારા-ધ્રોલ)

રાજકોટ તા. ર૮ : લોકડાઉનમાં થોડી છૂટછાટો બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડોમાં ઉનાળુ પાકની આવક શરૂ થઇ છે.

જેમાં ધ્રોલ, જામનગર, જેતપુર, ગોંડલ, કોડીનાર, બાબરા સહિતના માર્કેટીંગ યાર્ડો ધમધમવા લાગ્યા છે.

ધ્રોલ

ધ્રોલઃ માર્કેટીંગ યાર્ડ-ધ્રોલ અનાજ વિભાગમાં હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું જેમાં આજ રોજ કુલ ૪૦ ખેડુતોને ઘઉં લઇ આવવા બોલાવેલ જેમાં ૯ ખેડુતો પોતાના ઘઉં આવેલ કુલ ૧૪૪ કિવન્ટલ ઘઉં લાવેલ જેના ર૦ કિલોનો ભાવ ર૯પ થી ૩૬પ રહેલ હતો. હરરાજીના કામકાજમાં તમામ ખેડુતો, વેપારીઓ, મજુરો, કર્મચારીઓનું ગેઇટ ઉપર થર્મલ સ્કેન ગનથી ચકાસણી કરી પ્રવેશ આપવામાં આવેલ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે સોસીયલ ડીસ્ટન્સીંગ જાળવી શાંતી પૂર્ણ રીતે હરરાજીનું કામકાજ કરવામાં આવેલ. આ કામગીરી દરમિયાન ધ્રોલ યાર્ડના ચેરમેન રસીકભાઇ ભંડેરી જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, જામનગર પ્રતિનિધિ જે.કે. ખોડભાયા, જીલ્લા ખેતીવાડીના અધિકારીના પ્રતિનિધિ, ધ્રોલ પોલીસ સી.પી.આઇ. શ્રી જે.કે. ભોયે તથા ધ્રોલ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી સી.એમ.કાંટેલીયા, યાડૃના વાઇસ ચેરમેન દિલીપસિંહ જાડેજા, હાજરીમાં કરવામાં આવેલ છે.

કોવીડ ૧૯ ના કારણે ઘણા સમય થયા બંધ અનાજ માર્કેટનું કામકાજ શરૂ થતાં ખેડુતોમાં  આનંદ છવાયેલ જે સેક્રેટરી ઉમેશ કગથરાની યાદીમાં જણોલ છે.

જેતપુર

નવાગઢઃમાર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દિનેશભાઇ ભૂવાની સુઝબુઝથી છેલ્લા ચાર દિવસ થયા ઘઉ, ધાણા, એરંડા તથા મગફળીની હરરાજી શરૂ કરવામાં આવેલ. કવોરોન્ટાઇલના ચુસ્ત નિયમોનું ખેડૂતો, વેપારીઓ, મજુરો, સ્ટાફ વિગેરે તમામ લોકોએ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ પાલન થતા જીલ્લા રજીસ્ટ્રારશ્રીની કમિટીના સભ્ય તથા ડી. વાય. એસ.પી.. સાગર બાગમાર સાહેબ તથા મામલતદારશ્રીએ બિરદાવેલ અને અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ ખેડૂતોની તમામ જણસીઓનો નીકાલ થાય તેવી વ્યવસ્થા કરવાનું સુચન કરતા જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયાએ તાત્કાલીક મીટીંગ બોલાવી ડિરેકટરો તથા વેપારી એસોસીએશનના પ્રમુખશ્રી નલીનભાઇ ભુવા તથા વેપારી આગેવાનો તેમજ કર્મચારીઓના સંકલનથી આવતીકાલથી તમામ જણસીઓ નક્કી કરેલ દિવસે તેમજ રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને માર્કેટ યાર્ડ દ્વારા આગળના દિવસે જાણ કરી બોલાવવામાં આવશે તેની જ હરરાજી કરવામાં આવશે. જેતપુર માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થતા ખેડૂતો, વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે. તેમજ મજુરોને ૩૨ દિવસ લોકડાઉન બાદ રોજીરોટી મળવા લાગેલ છે. આવતીકાલથી ખેડૂતોએ (૧) મંગળવારથી ઘઉ, બાજરો, જુવાર, મકાઇ, એરંડા, મગફળી (ર) બુધવારના રોજ કપાસ, ઘઉ, બાજરો, જુવાર, મકાઇ, ચણા, અન્ય કઠોળ (૩) ગુરુવારના રોજ ધાણા, ઘઉ, બાજરો, જુવાર, મકાઇ, (૪) શુક્રવારના રોજ કપાસ, ઘઉ, બાજરો, જુવાર, મકાઇ, (પ) શનીવારના રોજ ધાણા, ઘઉ, જુવાર, બાજરો, તેમજ (૬) સોમવારના રોજ ઘાણા, ઘઉ, બાજરો, જુવાર, મકાઇ લાવવાની રહેશે. ઉપરોકત વારે જે તે રજીસ્ટ્રેન કરેલ ખેડૂતોને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. ઉપરોકત હરરાજી કવોરોન્ટાઇનના કડક નિયમો તથા સોસીયલ ડીસ્ટન્સીંગ સાથે કરવામાં આવશે. તમામ જણસીઓની આવક સવારના ૭:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી રહેશે. કપાસ, ઘઉ, મગફળી, પરચુરણ જણસીની હરરાજી સવારના ૮:૩૦ કલાકે અને ધાણાની હરરાજી સવારના ૯:૩૦ કલાકે શરૂ કરવામાં આવશે. ખેડૂતોને પોતાની જણસીઓના વેચાણ માટે માર્કેટ યાર્ડનાં મોબાઇલ નંબર ૯૬૩૮૫૯૬૧૧૧ તથા ૯૯૭૮૧૧ ૭૫૭૩૯ ઉપર સવારના ૯:૦૦ થી બપોરના ૧:૦૦ અને બપોરના ૩:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધી નોંધણી કરાવવાની રહેશે. વિશેષમાં ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવાએ જણાવેલ કે આગામી ટૂંક સમયમાં જ બાકી રહેતી જણસીઓની પણ હરરાજી શરૂ કરવામાં આવશે. કોરોનાની મહામારીના આ કપરા સમયમાં ખેડૂતો, વેપારીઓ તથા મજુરભાઇઓએ પોતપોતાની નૈતિક જવાબદારી નિભાવી સહકાર આપેલ છે તે બદલ તેઓનો આભાર વ્યકત કરેલ છે.

રાજકોટ જિલ્લાના ૬ યાર્ડોમાં ઘઉં સહિત વિવિધ જણસીઓની ૨૩ હજાર કવીન્ટલની આવક

રાજકોટ તા. ૨૮ : રાજકોટ,ઙ્ગજેતપુર,ઙ્ગઉપલેટા,ઙ્ગજસદણ, ધોરાજી અને ગોંડલની બજાર સમિતિઓમાં ગઇકાલે દરમ્યાન કુલ ૮૧૫ ખેડૂતોના ૧૦૪૪૧ કિવન્ટલ ઘઉં, ૩૧૫૨ કિવન્ટલ ચણા અને ૯૬૦૦ કિવન્ટલ અન્ય જણસીની આવક થઇ છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં ગ્રામિણ અર્થતંત્રને ધબકતું રાખવા ખેડૂતોની અનાજની જણસોનું વેચાણ કરવા માટે રાજયસરકારે ૨૦ એપ્રિલ પછી વિવિધ માર્કેટીંગ યાર્ડ કાર્યરત કરવાનું શરૂ કર્યું છે,ઙ્ગજે અન્વયે રાજકોટ બજાર સમિતિમાં આજરોજ ૨૪૨ ખેડૂતો ૫૫૦૦ કિવન્ટલ ઘઉં, ૨૦૦૦ કિવન્ટલ ચણા તથા ૨૧૭૭ કિવન્ટલ અન્ય જણસો, ઉપલેટા બજાર સમિતિમાં ૧૪ ખેડૂતોના ૫૦ કિવન્ટલ ઘઉં તથા ૨૦૫ કિવન્ટલ અન્ય જણસો, જસદણ બજાર સમિતિમાં કુલ ૭૬ ખેડૂતોની ૪૫૦ કિવનટલ અન્ય જણસો, જેતપુર બજાર સમિતિમાં ૧૬ ખેડૂતોની ૧૪૬૫ કિવનટલ અન્ય જણસો, ધોરાજી બજાર સમિતિ ખાતે ૧૭  ખેડૂતોની ૩૦૧ કિવન્ટલ ઘઉં, પાંચ કિવન્ટલ ચણા તથા ૧૦૩ કિવન્ટલ અન્ય જણસો જયારે ગોંડલ બજાર સમિતિમાં ૪૫૦ ખેડૂતોના ૪૫૯૦ કિવન્ટલ ઘઉં, ૧૧૪૭ કિવનટલ ચણા તથા ૫૨૦૦ કિવન્ટલ અન્ય જણસો વેચવા માટે ઉપસ્થિત રહયા હતા.

જણસોની ગુણવત્ત્।ા મુજબ ખેડૂતોને ઘઉંના એક કિલોના રૂ. ૧૬ થી ૧૮.૫૦, ચણાના એક કિલોના રૂ. ૪૦ થી ૪૧ અને અન્ય જણસીઓના રૂ. ૩૯ થી ૧૨૫ લેખે ભાવ ઉપજયા હતા. તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રી ટી.સી.તીર્થાણીની યાદીમાં જણાવાયું છે.

(12:53 pm IST)