Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જામનગર કલેકટર મ્યુ. કમિશ્નરે ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી

જામનગર તા.૨૮ : કલેકટર રવિશંકર અને કમિશનર સતિષ પટેલએ જી.આઇ.ડી.સી જામનગર અને જી.આઈ.ડી.સી દરેડ વિસ્તારમાં આવેલ જય ઈન્ટરનેશનલઙ્ગ તેમજ શિવ ઓમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની મુલાકાત લીધી હતી.

કલેકટર અને કમિશનરે કંપનીઓમાં થતી બ્રાસપાર્ટની કામગીરી નિહાળી હતી તેમજ કંપનીની સમીક્ષા કરી હતી. હાલ લોકડાઉનના સમયમાં શરતી છૂટછાટો સાથે જામનગરમાં અનેક ઉદ્યોગો શરૂ થયા છે ત્યારે મંજૂરી મેળવેલ કાર્યરત ઉદ્યોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી અને સેનિટેશન વગેરેની વ્યવસ્થાઓની ચકાસણી કરવાના હેતુથી કલેકટરશ્રીઙ્ગ અને કમિશનરે ઉદ્યોગોની મુલાકાત લીધી હતી. સાથે જ શ્રમિકો સાથે વેતન, કામના કલાકો, રહેવાની અને જમવાની સવલત વિશે વાતચીત કરી હતી.

આ મુલાકાતમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા અને ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ ઉપસ્થિત રહ્યા હતા.

(12:52 pm IST)