Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ખાનગી કાર ડિટેઇન કરાઈ : અમરેલી પોલીસની કાર્યવાહીથી મોટો ખળભળાટ

નાયબ કલેકટર દર્શક વિઠલાણીની ખાનગી ટી.યુ.વી.કારને પોલીસ દ્વારા ડીટેઈન કરાઈ

અમરેલી : હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે, એવામાં અમરેલી પોલીસે કડક કાર્યવાહી કરી અને શહેરમાં નાયબ ચૂંટણી અધિકારીની ખાનગી ફોરવહીલ કાર કરી ડિટેઇન કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે,

  મળતી વિગત મુજબ નાયબ કલેકટર દર્શક વિઠલાણીની ખાનગી ટી.યુ.વી.કાર ને પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવી છે, જાણવા મળતી વિગતો પ્રમાણે  ફોરવહીલ કારમાં પૂરતા ડોક્યુમેન્ટ ન હોય ડીટેઈન કરવામાં આવ્યાનું સામે આવી રહ્યું છે,  નાયબ કલેકટરની ગાડી ડિટેઇન કરાતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

(12:33 pm IST)