Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જામનગરમાં લોકડાઉનમાં ૧૮૧ અભયમને મળ્યા ૮૦ કોલઃ ૫૪થી વધુ કેસોનું સ્થળ ઉપર સમાધાન

જામનગર,તા.૨૮: ૧૮૧ અભયમ્ સ્ત્રીલક્ષી પ્રશ્નોના નિવારણ માટે સરકાર દ્વારા સતત કાર્યરત રાખવામાં આવી છે. હાલ લોકડાઉનમાં લોકોમાં પ્રશ્નો સતત વધી રહ્યા છે. લોકડાઉનની અમલવારીથી આજદિન સુધીમાં અભયમને કુલ ૮૦થી વધુ કોલ મળ્યા છે. જેમાં સૌથી વધુ (૫૦થી વધુ) ઘરેલુ હિંસાના કેસ જોવા મળ્યા છે. જામનગર ખાતે ૧૮૧ અભયમમાં કાર્યરત ત્રણ કાઉન્સેલર બહેનો વંદનાબેન ઝાલા, ગીતાબેન બાવલવા અને સરલાબેન ભોયા દ્વારા કુલ ૫૪થી વધુ કેસનું સ્થળ પર જ સમાધાન કરાવાયું છે.

૧૮૧ અભયમને મળતા કોલમાં હાલ દ્યરમાંથી કાઢી મૂકયા હોય તેવા ૩, બહેન મળી આવ્યા હોય તેવા ૬થી વધુ અને ચાઇલ્ડ કસ્ટડીના ૩થી વધુ કેસ છે. જયારે હાલ બીજા ઘણા પ્રકારના કેસ જેવા કે છેડતી વગેરે પણ હોય ૯ થી વધુ કેસ અન્ય પ્રકારના નોંધાયા છે. મહત્ત્।મ કેસમાં કાઉન્સેલર બહેનો દ્વારા પરિવારને ફરી પૂર્વવત સારું જીવન જીવવા માટે કાઉન્સેલિંગ કરી પ્રશ્નનું સમાધાન કરાવવામાં આવે છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં સ્ત્રીની સલામતીના પ્રશ્નોને લઈને તેમને પોલીસ સ્ટેશન રીફર કરવામાં અથવા તો સખી વન સ્ટોપ સેન્ટર કે વિકાસગૃહ જેવા કેન્દ્ર પર મોકલવામાં આવે છે. આ ઉપરાંત દ્યણી પરિસ્થિતિમાં સમાધાન શકય ન હોય તો સ્ત્રીના પૈતૃક પરિવારની કોઈ વ્યકિત હોય તો તેને સ્ત્રીને સોંપી તેની સુરક્ષા સુનિશ્યિત કરવામાં આવે છે.

૧૮૧ અભયમના કાઉન્સેલરશ્રી વંદનાબેન ઝાલા જણાવે છે કે, વર્તમાન પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના કેસમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય પરિસ્થિતિમાં અમને મળતા કેસ શહેર વિસ્તારના વધુ હોય છે જયારે હાલ શહેરમાં વસતા અનેક લોકો પણ પોતાના ગ્રામ વિસ્તારમાં જઇને અત્યારે વસ્યા છે ત્યારે લોકડાઉનના સમયમાં સંયુકત પરિવાર કે અન્ય તકલીફોના કારણે પણ અભયમમાં ગ્રામીણ વિસ્તારના કેસના કોલની સંખ્યા વધી છે.

સામાન્ય રીતે જોવા મળતી પરિસ્થિતિથી વિરુદ્ઘ હાલ લોકડાઉનમાં પરિવારમાં સતત બધાનુંઙ્ગસાથે રહેવું, બહાર ન નિકળી શકવાથી નાના-મોટા પ્રશ્નોના ઝગડામાં મળતો કુલિંગ પિરિયડ ન મળતો હોવાથી પારિવારિક સમસ્યાઓ વધી રહી છે. ત્યારે કાઉન્સેલિંગ કરી પરિવારને વિખેરાતો અટકાવવા અને સ્ત્રીઓને સુરક્ષાનો અનુભવ કરાવવા ૧૮૧ અભયમ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સંકલનઃ દિવ્યાબેન ત્રિવેદી માહીતી મદદનીશ

ફોટો ગજેન્દ્ર જાડેજા માહીતી બ્યુરો જામનગર

(11:47 am IST)