Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

અમરેલી શહેર બાદ હવે અમરેલી તાલુકાની આંગણવાડીના હેલ્પરો(તેડાગર) તથા આશાવર્કર બહેનોમાં કીટ વિતરણ કરાયુ

ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રાનો સેવાયજ્ઞ અવિરત

અમરેલી તા. ર૮ :.. લોકડાઉનમાં અમરેલી શહેરના જરૂરીયાતમંદ પરિવારોમાં રાશનની કીટોના વિતરણના અભિયાનના ભાગરૂપે ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રાએ અમરેલી શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા આશા વર્કર બહેનોને તથા અમરેલી શહેરની તમામ ૯૧ આંગણવાડીના વર્કરો અને હેલ્પર (તેડાગર) બહેનોમાં કીટોનું વિતરણ કરેલ. હવે આ કીટ વિતરણ અમરેલી તાલુકાની તમામ રપ૧ આંગણવાડીના વર્કરો અને તેના હેલ્પરો મળી કુલ પ૦૦ થી વધારે કીટોના વિતરણની શરૂઆત કરી છે. ર૩ મી એપ્રિલના ગુરૂવારે અમરેલી તાલુકાની વરસડા, ઇશ્વરીયા, કેરીયાનગસ, માંગવાપાળ, રાંઢીયા, ગાવડકા, ફતેપુર, નવા ખીજડીયા, દેવળીયા,  ચાંપાથળ, લાલાવદર, નાના આંકડીયા, તથા પ્રતાપપરાની આંગણવાડીના વર્કર તથા હેલ્પરોને, અમરેલીની હીરામતી ચોક પટેલવાડીમાં વિતરણ કરાયું હતું.

ત્યાર પછી તા. ર૪ ના શુક્રવારે બાબાપુરના સર્વોદય આશ્રમમાં ટીંબલા, કેરાળા, ચક્કરગઢ, દેવળીયા, મોટા માંડવડા, થોરડી, પાણીયા, જાળીયા, બાબાપુર, મોટા ભંડારીયા, સણોસરા, કમીગઢ, ઢોલરવા, ખીજડીયા, ખારી, બાબાપુર, પાણીયા, વાંકીયા, પીઠવાજાળ, તરકતળાવ, લાપાળીયા, સોનારીય, રાજસ્થળી, વિઠ્ઠલપુર, દેવરાજીયા, ચાંદગઢ, નાના ગોખરવાળા, મોટા ગોખરવાળા, સરંભડા, ચાડીયા, સાજીયાવદર, કેરીયા ચાડ, ખડ ખંભાળીયા, મેડી, તરવડા તથા નાના માંડવડા, ગામની આંગણવાડીના વર્કર તથા હેલ્પરોમાં કીટનું વિતરણ કરાયું હતું.

બાબાપુર ખાતેના આ કીટ વિતરણમાં મીનીબેન પુરોહિત વિશેષ ઉપસ્થિત રહયા હતાં. કીટ વિતરણના આ કાર્યમાં, જયેશભાઇ ટાંક, ચેતનભાઇ રાવળ, વિપુલભાઇ ભટ્ટી, અલ્પેશભાઇ અગ્રાવત, કમલેશભાઇ ગરાણીયા, સહિત બાબાપુર સંસ્થાના કર્મચારીઓએ સેવા આપેલ હતી. આંગણવાડી વર્કરો અને હેલ્પરોને રાહત કીટો પહોંચાડવાના આ કામની દુરદર્શને ન્યુઝ બુલેટીનમાં વિશેષ નોંધ લીધી હતી.

બે-ત્રણ દિવસ બાદ, શેડુભાર અને મોટા આંકડીયા ગ્રુપની આંગણવાડીઓમાં સેવા આપતા વર્કર અને તેડાગર બહેનોમાં કીટનું વિતરણ કરવામાં આવનાર છે.

(11:47 am IST)