Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની ફલેગ માર્ચ ગ્રામજનો દ્વારા પોલીસ કામગીરીની પ્રશંસા

વઢવાણ,તા.૨૮: સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા પોલીસવડાની કચેરીએથી પોલીસ અધિકારીઓ જેમાં DSP DYSP PI, PSI, સહિતના પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જિલ્લાના પોલીસવડા મહેન્દ્રભાઇ બગડીયાની આગેવાની હેઠળ શહેરના તમામ પોલીસ મથકના પોલીસજવાનો આ ફ્લેગ માર્ચમાં જોડાયાં હતાં અને સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે શહેરના તમામ વિસ્તારોમાં ફર્યા હતા.

શહેરીજનો તેમજ પીરે તરીકત હાજી યુસુફ મિયાબાપુ સહિતના આગેવાનોએ આ પોલીસ જવાનોને ફુલડા અને ગુલાબની પાંદડીઓની વરસાદ વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેઓ આ કોરોનાની માહમારીમાં વિશ્વભરમાં હાહાકાર મચાવેલા કોરોના રાક્ષસને માત આપવા તેને હરાવા રાત દિવસ ખડાપગે પોતાની અને પરિવારની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સુરેન્દ્રનગર શહેરના પોલીસ જવાનોનું સન્માન સાથે શહેરના સ્થાનિક લોકો દ્વારા લોકડાઉનના ૩૪ માં દિવસે પોતાના જીવ જોખમમાં મુકી લોકોના જીવ બચાવવા રાત દિવસ જોયા વગર આ કોરોના વાઈરસના જંગની લડાઈમા જજુમી રહેલા કોરોના યોદ્ઘાઓ પોલીસ જવાનોને પુષ્પ નો વરસાદ વરસાવી સુરેન્દ્રનગર વાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જિલ્લાના પોલીસ વડા એસ.પી શ્રી બગડીયા અને સમગ્ર પોલીસ ઓફીસર સ્ટાફ દ્વારા શહેરના વિસ્તારમા નિરિક્ષણ મુલાકાત લેતા તેમનુ સ્વાગત ફુલો થી પિરે-તરીકત સૈયદ યુસુફબાપુ ની રાહેબરીમા શહેર કાજી હનીફબાપુ અને તમામ સુરેન્દ્રનગર મુસિલમ સમાજ દ્વારા કરવામા આવેલ અને સાથે પોલીસ અને પ્રસાસનનું પણ તેમની લોકડાઉન ની કામગીરી માટેની સજાકતા પ્રજાના હીત માટે બિરદાવીને આભાર વ્યકત કરેલ.

(11:45 am IST)