Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઉપલેટાના નિલાખામાંથી જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

ઉપલેટા, તા.૨૮: સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે હાલ લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનમાં કોરોનાથી બચવા ઘરે રહો સુરક્ષિત રહોની અપીલ સરકાર તથા પ્રશાસન કરી રહી છે. ઉપલેટા શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તથા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ લોકડાઉનમાં પણ ઉપલેટા તાલુકાના નિલાખા ગામે જુગાર રમી કિસ્મત આજમાવતા છ પત્તા પ્રેમી પરેશભાઈ વિરાભાઈ ડાંગર, પરબતભાઈ બચુભાઈ ચાવડા, હરસુખભાઈ ભુરાભાઈ જળુ, જગદીશભાઈ રાજશીભાઈ બાબરીયા, વિક્રમભાઈ કાળાભાઈ હુંબલ, સુખાભાઈ અરજણભાઈ હુંબલ જુગાર રમતા પકડાયા હતા. રોકડ રકમ રૂપિયા ૩૫,૧૦૦/- તથા ગંજીપાના નંગ મળી કુલ રૂપિયા ૩૫૧૦૦ સાથે પકડાયેલ છે.આ કામગીરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. વિ.એમ. લગારીયા, એ.એસ.આઈ. દેવાયત કલોતરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેષ ચાવડા, જેન્તીભાઈ મજીઠીયા, પોલીસ કોન્સ્ટેબલ મેરૂભાઈ મકવાણા, ગગુભાઈ ચારણ, નીરવભાઈ ઉટડિયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:45 am IST)