Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઉપલેટામાં રોયલ્ટી વગરનો રેતી ભરેલ ટ્રક સાથે રૂપિયા ૧૩ લાખનો મુદામાલ ઝડપાયો

ઉપલેટા, તા.૨૮: સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે પ્રશાસન દિવસ-રાત પોતાની ફરજ બજાવી રહ્યું છે. આ ફરજ વચ્ચે રાત્રિ દરમ્યાન ઉપલેટાના મામલતદાર જી.એમ. મહાવદિયા પોરબંદર - રાજકોટ નેશનલ હાઈવે પર ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે નાગવદરથી મંડલીકપુર જતા ટ્રકને ઉભો રાખી તપાસ કરતા ગેરકાયદેસર રોયલ્ટી વગરનો જીજે ૦૫ બીયુ ૪૮૬૭ નંબર વાળો ટ્રક ૨૦ ટન રેતી સાથે ઝડપાયો હતો. આ ટ્રકને સીઝ કરી રૂપિયા ૧૩.૪૧/- લાખનો મુદામાલ સાથે ટ્રકને ઉપલેટા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ સાથે ઉપલેટા મામલતદાર જી.એમ. મહાવદિયા દ્વારા જણાવ્યું હતું કે રાત્રીના સમયે તંત્ર દ્વારા સતત ચેકીંગ કરવામાં આવતુ હોય છે અને ગેરકાયદેસર રીતે ચાલતી રેતીની સપ્લાયને દિવસે અને રાત્રે કડક પણે ચેકીંગ કરવામાં આવશે અને આવા ખનીજ માફીયાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(11:45 am IST)