Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ખીરસરાઃ મેટોડા જીઆઇડીસીમાં વૃધ્ધો અને સગર્ભા બહેનોનું મેડિકલ ટેસ્ટ

ખીરસરાઃમેટોડા જીઆઇડિસી માં જોખમી સગર્ભા બહેનો તેમજ ૬૦ વર્ષ થી મોટી ઉંમરના ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ તેમજ મજૂર લોકો ના SARS- COV-2 એન્ટીબોડી ટેસ્ટ ૮૩ ટેસ્ટ કિટ લેવામાં આવેલ તમામ ૮૩ રિપોર્ટ નેગેટિવ આવેલ છે જેમાં જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.મિતેષ એન.ભંડેરી જીલ્લા રોગ નિયંત્રણ અધિકારી શ્રી ડો.નિલેષ રાઠોડ તાલુકા આરોગ્ય અધિકારી ડો.વૈભવ ગોરીયા પડધરી તાલુકા આરોગ્ય અધિકારી ડો.મંથન માકડીયા લોધીકા મેડિકલ ઓફિસર આયુષ ખીરસરા જે.એમ.બોરખતરીયા તાલુકા હેલ્થ સુપરવાઈઝર એસ.ડી.સેજલિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુપરવાઈઝર મોહિત પંડિયા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મેટોડા દિલીપ ઉબરાણીયા જે.ડી.નિમાવત તેમજ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ.ખીરસરા)

(11:44 am IST)