Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઉપલેટા બ્રહ્મચારી બાપુ રામધુન મંડળ દ્વારા બે હજાર ફુડ પેકેટનું વિતરણ

ઉપલેટા : સમગ્ર દેશમાં હાલ લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે આ લોકડાઉન થવાથી લોકોની આર્થિક સ્થિતિ સંક્રમણમાં આવી ગઈ છે. આ સ્થિતિ સામે લડવા માટે ઉપલેટા શહેરમાં બ્રહ્મચારી બાપુ રામ ધૂન મંડળ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમા બે વખત એક - એક હજાર એમ કુલ બે હજાર જેટલા ફુડ પેકેટનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું. આ સિવાય બ્રહ્મચારી બાપુ રામધુન મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્ત્િ। કરવામાં આવે છે જેમાં પંખીઓને ચણ, ગાયોની નિરણ,બટુક ભોજન સહિતની પ્રવુતિઓ કરવામાં આવે છે. આ બ્રહ્મચારી બાપુ રામધુન મંડળના સભ્યોની આ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓને ઉપલેટાના મામલતદાર જી.એમ. મહાવદિયા, પી. આઈ. વિ. એમ. લગારીયા, નગરપતિ દાનાભાઈ ચંદ્રવાડિયા, શહેર ભાજપ પ્રમુખ રમણીકભાઈ ઠુંમર સહિતના અનેક લોકો દ્વારા આ સેવાકીય પ્રવૃત્ત્િ।ને બિરદાવામા આવી હતી.તે પ્રસંગની તસ્વીર.(અહેવાલ : ભરત દોશી)

(11:44 am IST)