Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મીઠાપુરમાં મહા રકતદાન કેમ્પમાં પપપ બોટલ રકત એકત્ર

મીઠાપુર : બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા રોજ સુરજકરાડીના શિશુ મંદિર તથા આરંભડામાં  ખારવા સમાજની વાડી ખાતે યોજાયેલા મહા રકતદાન કેમ્પને રેકોર્ડ બ્રેક સફળતા પ્રાપ્ત થઇ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સૌ પ્રથમ વાર જ એક જ બ્લડ કેમ્પની અંદર પપપ જેટલી રકત બોટલો એકત્રિત થયા નો આ  પ્રથમ દાખલો છે. કોરોના વાઇરસ નામના ખતરાની ગંભીર પરિસ્થિતિ હોય તથા લોકડાઉનનો કપરો સમય ચાલી રહ્યો હોય કોઇપણ વ્યકિતને ખુબ જ સરળતાથી બ્લડ મળી રહે તે ઉમદા હેતુથી આ બ્લડકેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બાલમુકુંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ઓખા લોહાણા મહાજન પ્રમુખ  તથા સામાજિક ક્ષેત્રેનાં અગ્રણી મનસુખભાઇ બારાઇ તથા મીઠાપુર પીઆઇ એસ.ડી. ડાંગરે દીપ પ્રાગટય કરી આ કેમ્પને ખુલ્લો મુકયો હતો. સૌ પ્રથમ મીઠાપુર પીઆઇ દ્વારા જ બ્લડ ડોનેટ કરાયુ હતું. મીઠાપુર પોલીસ સ્ટાફ દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યુ હતું. આ તકે સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સ્થાનીક ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેકના પુત્ર સહદેવસિંહ પબુભા માણેકનું પણ સતત મોનીટરીંગ  કરવામાં આવી રહ્યું હતું. તથા પબુભા માણેકના પુત્ર અને રણછોડ સેના ના પ્રમુખ નીલેશભાઇ પબુભા માણેક દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.  બાલમુકુંદ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી સ્વયંસેવકો ઉપરાંત શિશુ મંદિરના શીષકગણ, મીઠાપુર ટાટા હોસ્પિટલના સભ્યો, ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભા માણેક તથા ઉપપ્રમુખ ચેતનભાઇ માવાણીનો સિંહફાળો રહયો હતો. આ કેમ્પમાં જામનગરની પ્રસિધ્ધ એવી વોલીયનટરી બ્લડ બેંક દ્વારા મેડીકલ સેવાઓ પુરી પાડવામાં આવી હતી. ખુબ જ ટૂંકા સમયગાળામાં આ કેમ્પનું આયોજન કરાયું હોવા છતા અને હાલના વાતાવરણને જોતા સોશીયલ ડીસટનસિંગના પાલન સાથે ફરજીયાતપણે માસ્ક અને સેનીટાઇઝ કરાયા બાદ જ આ કેમ્પમાં એન્ટ્રી આપવામાં આવતી હતી. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(11:43 am IST)