Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દામનગરમાં આંશિક છુટછાટ સાથે વેપારીઓને ત્યાં ગ્રાહકો દેખાવા લાગ્યા

બહારથી શાકભાજી-ફ્રુટ વેચવા આવતા વેપારીને મનાઇ ફરમાવાઇ

દામનગર,તા.૨૮: દામનગર શહેરમાં નગર પાલિકા કચેરી ખાતે મામલતદાર શ્રી લાઠી અને પી એસ આઈ દામનગર સહિતના અધિકારીઓની બેઠક મળી ગુજરાત સરકાર દ્વારા અપાયેલ છૂટછાંટ અંગે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સતત મોનિટરીગ વચ્ચે આવશ્યક ચીજ વસ્તુ ની છૂટછાટઙ્ગ ચુસ્ત અમલ વચ્ચે થોડીઙ્ગ ચહલ પહલ જોવા મળી હતી.

કોરોનાની મહામારીમાં એક પણ કોરોના પોઝીટીવ કેસન હોવાથી ગ્રીનઝોનમાં આવતા અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં ગુજરાત સરકાર દ્વારા અપાયેલ આંશિક છૂટથી ચહલ પહલ ઉપર સતત મોનિટરીગ કરતી સ્થાનિક પોલીસ અને પાલિકા તંત્ર સતર્ક દામનગર શહેર માં બહાર થી આવતા શાકભાજી ફ્રુટ વિકેતા ઓ માટે પાલિકા તંત્ર નો રૂકજાવ નો આદેશ સરકાર દ્વારા અપાયેલ છૂટછાંટ પણ દરેક નિયમો અંગે ચુસ્ત અમલ મુખ્ય બજાર શાક માર્કેટ સહિત ના વિસ્તારો માં તંત્ર તહેનાત શોષયલ ડિસ્ટન્ટ માસ્ક અંગે કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય બજારમાં અધિકારીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે. ધીરે-ધીરે બજારમાં ચહલ -પહલ જોવા મળી રહી છે.

(11:43 am IST)