Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લાઠીમાં વેપારીઓને સરકારની ગાઇડ લાઇન્સ મુજબ અધિકારીઓએ સ્વાગત કર્યા

દામનગર તા.ર૮ : લાઠીના પ્રાંત અધિકારી તથા પોલીસ અધિકારીઓએ વેપારીઓ સાથે બેઠક યોજીને સરકારની ગાઇડ લાઇન્સ મુજબ સોશ્યલ ડીસ્ટન્સ સહિત નિયમોનું પાલન કરવા વેપારીઓને અપીલ કરી હતી.

પ્રાંત અધિકારી તથા પોલીસ અધિકારીઓએ મુખ્ય બજારમાં નીરીક્ષણ કરી સરકાર દ્વારા ગ્રીનઝોન જિલ્લામાં અપાયેલ છુટછાટ અગે વાકેફ કર્યા હતા. વધુમાં સરકારના પરિપત્ર અર્થઘટન જાતે ન કરી લેવા પણ તાકીદ કરી હતી.

આ બેઠકમાં વેપારી આગેવાનોને સરકારના લોકડાઉનમાં છુટછાટના નિયમોની જાણકારી આપી બજારમાં પણ નીરીક્ષણ કર્યું હતું.

(11:42 am IST)