Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

શનિ રવિ બેંકો બંધ હતી ત્યારે

માણાવદર પોસ્ટ ઓફીસ સ્ટાફની કાબિલે દાદ કામગીરી - ડીજીટલ બેંક દ્વારા પેમેન્ટ અપાયું

કોઇપણ બેંકમાં આધારકાર્ડ લીંક હોય તેઓને ઘરબેઠા પેમેન્ટ પોસ્ટમેનો આપી જશે

માણાવદર તા.૨૮ : સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ દ્વારા અકલ્પનીય પરિવર્તન થયુ છે તેવી કટોકટીના સમયમાં સૌથી વિશ્વાસ પાત્ર અને જૂના જમાનામાંથી આજના ડિજીટલ યુગમાં આમ જનતાની પડખે અડીખમ ઉભુ છે.

માણાવદર પોસ્ટ ઓફીસ હવે તો તેમા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક ૧-૯-૧૮ થી ચાલુ થઇ ડીજીટલ સેવાનો માત્ર ભણેલા લોકોજ ઉપયોગ કરી શકે તેવાતને ખોટી ઠેરવીને આપણા માણસો અથવા ઓછુ ભણેલા ડીજીટલ સેવાનો ઉપયોગ કરી શકે તે પેસ્ટ પેમેન્ટ બેંકએ સાબિત કરી દીધુ છે.

વડાપ્રધાન શ્રી મોદી તા.૧-૯-૧૮ના રોજ ઇન્ડિયા પેમેન્ટ બેંક દેશના સમર્પિત કરી હતી તે આજના કોરોનાના સંકટ સમયમાં માણાવદર તાલુકામાં અને શહેરમાં કામ આવી રહ્યુ છે. શનિવાર તથા રવિવારમાં બેંકો બંધ હતી એવા માં જે લોકોને નાણાની જરૂર હોય તો બેંકો બંધ છે તો પોસ્ટ ઓફીસ સ્ટાફે બેંકો પાસે જ ડિજીટલ પેમેન્ટ બેંક દ્વારા ગમે તે બેંકમાં એકાઉન્ટ હોય આધારકાર્ડ જોડેલ હોય તો ફીંગર પ્રિન્ટના આધારે અનેક લોકોને ડીજીટલથી પેમેન્ટ ચુકવેલ.

આ પેમેન્ટ લેવામાં ઘણા લોકો ઓછુ ભણેલા અથવા ભણેલા જ નહોતા તેવા લોકોને ફીંગરપ્રિન્ટ લઇ ડીજીટલ સેવાનો લાભ લીધો હતો ને પેમેન્ટ મેળવ્યુ. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી કામગીરી છે. હાલના સમયમાં કટોકટીના સમયમાં આમ જનતાની પડખે પોસ્ટ ઓફીસ સ્ટાફ ઉભો છે. ઘરબેઠા પણ પોસ્ટઓફીસની મદદથી રૂપિયા મેળવી શકશો. પોસ્ટમેનો ડીજીટલસેવા આપી રહ્યા છે જેથી લોકો સુરક્ષીત હાલના કોરોના સામે રહી શકે. વેલ્ડન ઇન્ડિયન પેમેન્ટસ બેંક પોસ્ટ નં. ૦૨૮૭૪ ૨૨૧૨૧૯નો સંપર્ક કરી શકો.

(11:42 am IST)