Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વાંકાનેરમાં શ્રી સૂર્યમુખી બાલાજી મંદિર દ્વારા લોકડાઉનમાં દરરોજ બે હજાર લોકોને ભોજન

વાંકાનેર : વાંકાનેરના પ્રાતઃ અધિકારીશ્રી વસાવા તેમજ મામલતદાર તથા સૂર્યમુખી હનુમાનજી મંદિરના ભકતો, તેમજ નવાપરા ખાતે દેવજીભાઇ કનપરા માજી નગર પાલિકા પ્રમુખ ભોજન આપી રહ્યા છે. ગણેશ ચોથના દિવસે ચોખા ઘીના લાડુનો પ્રસાદ આપેલ હતો. (તસ્વીરઃ હિતેષ રાચ્છ-વાંકાનેર)(૮.પ)

વાંકાનેર, તા. ર૮ : વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં આવેલ શ્રી સુર્યમુખી બાલાજી મંદિરના મહંત શ્રી રઘુભાઇ જે. કુબાવતના માર્ગદર્શન હેઠળ તેમજ શ્રી મનુભાઇ જે. કુબાવત, નયનભાઇ ભટ્ટ, મુકેશભાઇ મહેતા તથા સીતારામ ગ્રુપના દરેક યુવાનો જયારથી લોકડાઉન શરૂ થયેલ ત્યારથી દરરોજ સાંજના ૧૪ જગ્યાએ ભોજન દેવા જાય છે. આશરે દરરોજ ર હજાર માણસો જમે છે. દરેક ગરીબ-પછાત વિસ્તાર જેવા કે નવાપરા, રામકૃષ્ણનગર, માર્કેટીંગ યાર્ડ, મદારીવાસ, ભોજપરા, પચીસવાડી પાસેનો વિસ્તાર, સીટી સ્ટેશન રોડ ધર્મ ચોક વગેરે ૧૪ જેટલી જગ્યાએ ભોજનની સેવા સાંજે ચાલુ જ છે. તા. ર૭ ને સોમવારના રોજ ગણેશ ચોથ, ગણેશ ચર્તુથી હોય ચોખા ઘીના લાડવાનો પ્રસાદ વાદીવાડ-ભોજપરા ખાતે.

વાંકાનેરના પ્રાતઃ અધિકારી શ્રી વસાવા, મામલતદારશ્રી પાદડીયા, તેમજ રઘુભાઇ જે. કુબાવત, મનુભાઇ કુબાવત હાજર રહેલા હતા. તેમજ રામ કૃષ્ણનગર-નવાપરા ખાતે નગરપાલિકાના માજી પ્રમુખ શ્રી દેવજીભાઇ કણપરાના હસ્તે (ભોજન) પ્રસાદ વિતરણ કરેલ.

(11:41 am IST)