Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જોડિયામાં કલેકટરના નામે તેલના ડબ્બા, મગ-ચોખ્ખાના બાચકા ઉઘરાવનારા ૩ શખ્સોની ધરપકડ

જોડીયા, ધ્રોલ, જામનગર, તા.૨૮: જામનગર જિલ્લાના જોડીયામાં તેલના ડબ્બા ચોખા અને મગના બાચકા કલેકટરના નામે ઉઘરાવીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા હોવાની ફરિયાદ થતા સનસનાટી મચી ગઇ હતી. જો કે ત્યારબાદ ત્રણની ધરપકડ કરાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કાલે જામનગરના જોડીયામાં રુચિત ચંદ્ર કિશોરભાઈ શિંગાળા અને વિજય હીરાલાલ રાચ ની દુકાને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને અમે જામનગર કલેકટર કચેરીમાંથી આવીએ છીએ અમોને સંસ્થા માટે કરીયાણા ની ચીજ વસ્તુઓની જરૂર છે તેમ કહીને ૭ તેલના ડબ્બા, ૩૦ કિલો મગ, ૨૫ કિલો ચોખા પોતાના વાહનમાં લઈને નાસી છૂટયા હતા.

ત્યારબાદ તપાસ કરતા કલેકટર કચેરીમાંથી આવા કોઈ વ્યકિતઓને મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેથી છેતરપિંડી કરીને આ શખ્સો નાસી છુટયો હોવાનું ખુલતાવેપારીએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અજાણ્યા શખ્સો સામે ૪૦૬, ૪૨૦,૧૧૪, કલમ મુજબ ગુનો નોંધી પી.એસ.આઇ એસ.વી. સામાણીએ વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે જોડીયા ૫ોલીસ સ્ટેશનમાં રૂચીતભાઈ ચંન્દ્રકિશો૨ સીંગાળા એ ફ૨ીયાદ નોંધાવી છે કે, તા.૨૭-૪-૨૦૨૦ના જોડીયા મેઈન બજા૨ ચા૨ ચોક ૫ાસે આ કામના આ૨ો૫ીઓ વિજયભાઈ જેન્તીલાલ ભોગાયતા, જિગ્નેશભાઈ જેઠાભાઈ ૨ાજગો૨, દિ૫કભાઈ ધનજીભાઈ ભોગાયતા, ૨ે. જામનગ૨વાળા એકબીજાની મદદગા૨ી ફ૨ીયાદી રૂચીતભાઈ તથા સાહેદ ૫ાસેથી કો૨ોના અન્વયે જરૂ૨ીયાત મંદોને કિટ વિત૨ણ ક૨વા બાબતે વિશ્વાસમાં લઈ સાત તેલના ડબ્બા તથા એક મગનું ૩૦ કિલાનું બાચકુ તથા એક ચોખાનું ૨૫ કિલોનું બાચકુ એમ મળી કુલ રૂ.૧૪,૦૦૦/- સામાન લઈ જઈ તેના રૂિ૫યા નહી ચુકવી ફ૨ીયાદી રૂચીતભાઈ તથા સાહેદ સાથે વિશ્વાસઘાત ક૨ી છેત૨૫ીંડી ક૨ી ગુનો ક૨ેલ છે તેવી ફરીયાદ બાદ ત્રણેયની ધરપકડ કર્યા બાદ તેઓને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.

(11:41 am IST)