Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વાંકાનેરમાં લોકડાઉનનું જાત નિરીક્ષણ માટે જીલ્લા પોલીસ વડાએ જાતે ફુટ પેટ્રોલીંગ કર્યું

વાંકાનેર તા.૨૮ : વાંકાનેરમાં આજે બપોરે લોકડાઉનનું જાત નિરીક્ષણ માટે જીલ્લા પોલીસ વડા અને અધિકારીઓ સાથે શહેરના માર્ગો ઉપર પગપાળા ફુટ પેટ્રોલીંગ કરતા રખડુ અને ખોટી લટારો મારતા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી. જયારે શાકમાર્કેટમાં સતત રહેતા ટ્રાફીકનું નીરીક્ષણ કરી ન.પા. સંચાલીત શાકમાર્કેટના રેગ્યુલર અને પાસ ધરાવતા થડા વાળાઓની યાદી આપવા ચીફ ઓફીસરને જણાવ્યુ હતુ.

વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે. તેને એક મહિનો પુરો થઇ ગયો છે. શહેરમાં મેડીકલ, કરિયાણા, શાકભાજી અને દૂધની ડેરીઓ સિવાયના તમામ ધંધાર્થીઓના ધંધા બંધ છે ઘણા લોકોએ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા બકાલા ફુટ વેચાણની લારીઓ શરૂ કરી દીધી છે.

સવારે ૯ થી ૧ સુધી ખાદ્યસામગ્રી મળતી હોય તેની ખરીદી માટે શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રજા ઉમટી પડતી હોય સમય ઓછો હોય અને ગ્રાહકો જાજા હોય આ ઉપરાંત ચાર કલાક ખરીદે માટે સમય મળતો હોય જેમા ખરીદી કરનારા ઉપરાંત ખાલી રખડવા અને લટાર મારવા નીકળી પડતા લોકોથી ભારે ભીડ જોવા મળતી હોય લોકડાઉનના લીરા ઉડતી તસ્વીરો અખબારોમાં ચમકતી હોય આ બધી બાબતોનું જાત નિરીક્ષણ માટે વાંકાનેર આવી પહોચેલા મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા, નવનિયુકત ડીવાયએસપી ભારાઇ મેડમ, વાંકાનેર ડે.કલેકટર વસાવા, ન.પા. ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા, મામલતદાર પાદરીયા, શહેર પોલીસના પીઆઇ એચ.એન.રાઠોડ, પીએસઆઇ પી.સી.મોલીયા મેડમ, તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજા સહિતના અધિકારીઓ જીલ્લા પોલીસની જૂદી જુદી બ્રાંચના અધિકારીઓ સાથેનો પોલીસ કાફલા સાથે સવારે વાંકાનેરના રાજમાર્ગો ઉપર પદયાત્રા કરી લોકડાઉનનું જાત નિરીક્ષણ કર્યુ હતુ સાથે જયા ભીડભાડ અને પગલા ભરવા જેવુ સ્થળ પર જ અધિકારીશ્રીઓને એસપીએ સુચના પણ આપી હતી.

વાંકાનેર ન.પા સંચાલીત શાકમાર્કેટમાં ભારે ભીડ રહેતી હોવાની માહિતી મળતા પોલીસ વડાએ ત્યા જાત નિરીક્ષણ કર્યુ હતુ અને કાયદેસરના પાસ ધરાવતા થડાના સંચાલકો ધારકોના નામનું લીસ્ટ પોલીસને આપવા ચીફ ઓફીસરશ્રીને જણાવ્યુ હતુ.

(11:41 am IST)