Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જુનાગઢના પ્રતિક મશરૂને PSIનુ પ્રમોશન મળતા અભિવાદન કરાયું

જુનાગઢ તા.ર૮ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વાયરલેસ વિભાગના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરને પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપી, નિમણુંક આપવામાં આવેલ હતી. જેમાં જુનાગઢ જિલ્લા ખાતે૩ વર્ષથી ફરજ બજાવતા અને હાલ ટેકનિકલ સેલમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. પ્રતિક મશરૂને પી.એસ.આઇ. તરીકે બઢતી આપી, જુનાગઢ ખાતે જ નિમણુંક આપવામાં આવેલ હતી.

તેઓને જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોતાની જાતે સોલ્ડર ઉપર પોલીસ સબ ઇન્સ્પેકટરના હોદ્દાના બે સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી બહુમાન કરીને નિમણુંક હુકમ આપવમાં આવ્યો હતો.

ઉચ્ચ અધિકારી અને જુનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા નવી જગ્યાએ નિમણુંક અંગે શુભકામના પાઠવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી.

(11:41 am IST)