Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ભાવનગરઃ કોરોના મહામારીમાં

દુધ ઉત્પાદકોની વહારે સર્વોતમ ડેરીઃ ગુજરાત સ્થાપના દિને દૂધના ખરીદ ભાવમાં ફેટે રૂ.૧૦નો વધારો

ભાવનગર,તા.૨૮: ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્ત્પાદક સંઘ લિ. સર્વોત્ત્।મ ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ પનોતના કરકસર અને કુનેહપુર્વક વહીવટ દ્વારા જિલ્લાના દૂધ ઉત્પાદડોની આશીર્વાદરૂપ બનેલી સર્વોત્ત્।મ ડેરી આજે વિશ્વમાં દૂધ અને દૂધની બનાવટોમાં મંદીના વાતાવરણમાં પણ સામાન્ય રીતે ભાવ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહી છે. હાલ ગુજરાતના બીજા દૂધ સંદ્યો કરતા દ્યણા વધારે ભાવ ચુકવી રહી છે. આ ઉપરાંત આવા મહામારીના તથા કપરા સમયે પણ ભાવનગર જિલ્લાની સર્વોત્ત્।મ ડેરી દૂધ ઉત્પાદકોની વ્હારે ચડી એક દિવસનો પણ વારો નહીં આપીને સાચા અર્થમાં મદદગાર રહી છે.

કોરોના વાઇરસ મહામારી આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં આતંક ફેલાવી રહી છે. આપણો દેશ પણ હાલ આ મહામારીનો સામનો કરી રહયો છે. આવા મહામારીના તથા કપરા સમયે સામાન્ય રીતે દૂધની ખપત ખુબ જ ઓછી હોવા છતા દૂધ ઉત્પાદકોને આર્થિક વળતર વધારે મળે તેવા શુભ આશયથી સને ૨૦૧૯ના એપ્રિલ માસમાં પ્રતિકિલો ફેટે રૂ. ૬૧૫/- ભાવ હતો જે સને ૨૦૨૦ના એપ્રિલ માસમાં પ્રતિકિલોફેટે રૂ. ૫૦/- વધારીને ૬૬૫/- કરવામાં આવેલ હતો. આ ભાવ વધારાના કારણે જિલ્લાના દૂધ ઉત્પાદકોને એપ્રિલ-૨૦૨૦માં રૂ. ત્રણ કરોડથી વધારે સર્વોત્ત્।મ ડેરીએ ચુકવેલ છે.

જયારે તા. ૦૧/૦૫/૨૦૨૦ના રોજ (ગુજરાત સ્થાપના દિને)થી હજુ રરા. ૧૦/- વધારવાની સર્વોત્ત્।મ ડેરીના નિયામક મંડળ અને ચેરમેનશ્રીએ જાહેરાત કરી છે. આથી સને ૨૦૧૯ના મે માસમાં પ્રતિકિલોફેટરૂમ. ૬૧૫/- ભાવ હતા જે ૧ મે ૨૦૨૦થી રૂમ. ૬૭૫/- પ્રતિડિલોફેટ થશે. જેથી ગયા વર્ષની સરખામણીએ કિલોફેટે રૂ. ૬૦/- મે માસમાં વધારે ચુકવાશે જેથી સર્વોત્ત્।મ ડેરી તરફથી ફકત મે માસ ૨૦૨૦માં મે ૨૦૧૯ માસ કરતાં ચારેક કરોડ રૂમ. પશુપાલકોને વધારે ચુકવાશે. જેનાથી દૂધ ઉત્પાદકોને હાલ કોરોના વાયરસની મહામારીમાં આર્થિડ લાભ થશે. આમ સવોત્ત્।મ ડેરી હંમેશા દૂધ ખરીદભાવ ચુકવવામાં અગ્રેસર રહીને કોરાને વાયરસ મહામારીમાં દૂધ ઉત્પાદકોની પડખે ઉભી રહેલ છે.

(11:40 am IST)