Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જસદણ-વિંછીયા તાલુકામાંથી રૂ. પ.પ૦ લાખની રકમ કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી રાહતનિધીમાં અર્પણ

આટકોટ તા. ર૮: જસદણ-વિંછીયા તાલુકામાંથી અંદાજે સાડા પાંચ લાખ જેટલી રકમનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં જસદણ પ્રાંત અધિકારી ગલચરને અર્પણ કરવામાં આવ્યો હતો.

આજરોજ જસદણ માર્કેટ યાર્ડ ખાતે ગણ્યા-ગાઠયા લોકોની હાજરીમાં જસદણ માર્કેટ યાર્ડ તરફથી અઢી લાખ, વિંછીયા માર્કેટ યાર્ડ તરફથી એક લાખ અને જસદણ તાલુકાની અંદાજે ૪ર મંડળીઓ દ્વારા ૧,૬૬,૬૮૮ નો ચેક પ્રાંત અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જસદણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અરવિંદભાઇ તાગડીયા, વિંછીયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા, આર.ડી.સી. બેંકના ઝોનલ મેનેજર હર્ષદભાઇ કાકડીયા, પ્રાંત અધિકારી ગલચર, જસદણ તાલુકા સંઘના પ્રમુખ કાળુભાઇ તલાવડીયા, યાર્ડના ડીરેકટર પમાલાલ રાજપરા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(11:40 am IST)