Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ગોંડલમાં છેડતી કર્યા બાદ સગીરાના પરિવાર ઉપર કોળી પરિવારનો ધોકાથી હુમલોઃ બેને ઈજા

રાજકોટ, તા. ૨૮ :. ગોંડલમાં વોરાકોટડા રોડ ઉપર પંચપીરની ધાર પાસે દલિત પરિવારની સગીરાની છેડતી બાદ સગીરાના પરિવાર પર કોળી પરિવારે ધોકાથી હુમલો કરતા દલિત પરિવારના બે વ્યકિતને ઈજા થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના પંચપીરના ધાર પાસે રહેતા નીમુબેન કિશોરભાઈ ચાવડાએ આરોપી દશરથ દિલીપ કોળી, દિલીપ કોળી, લક્ષ્મીબેન દિલીપ કોળી તથા કરણ કોળી રહે. વોરાકોટડા રોડ ગોંડલ સામે સીટી પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી દશરથે ફરીયાદીની ૧૭ વર્ષની પુત્રીનું બાવડુ પકડી અઘટીત માંગણી કરતા ફરીયાદી દશરથને સમજાવવા તેના ઘરે ગયા હતા ત્યારે દશરથના પિતા અને માતાએ જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આરોપી દશરથ, તેના પિતા દિલીપ કોળી તથા કરણ ધોકા લઈ ફરીયાદીના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ હુમલામાં ફરીયાદી તથા સાહેદ સુભાષને ઈજા થઈ હતી.

આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ઉકત ચારેય શખ્સો સામે એટ્રોસીટી સહિતની વિવિધ કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી શ્રૃતિ મહેતા ચલાવી રહ્યા છે.

(11:39 am IST)