Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જૂનાગઢમાં ડેલા પાસે બેસતા શખ્સોને ટપારતા હુમલોઃ એકને ગંભીર ઇજા

જૂનાગઢ,તા.૨૮: જૂનાગઢમાં સુખનાથ ચોક પાસે રહેતા ઓસમાણ મહમદભાઇ મકરાણીના મકાનમાં ડેલા પાસે તૌફિક ઇમ્તીયાજ ઉર્ફે ભુરો નામનો શખ્સ અન્ય ઇસમોને ભેગા કરીને બેસતો હતો.

આથી ગત રાત્રે ઓસમાનભાઇએ આ શખ્સોને ઠપકો આપ્યો હતો. જેનાથી ઉશ્કેરાઇ જઇને તૌફિક તેમજ ઇમ્તીયાજ ઉર્ફે ભુરો અને મેરાજ ઇન્તીયાજે તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

 આ હુમલામાં મુરાજ મહમદને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોે

બનાવ અંગે ઓસમાણ મહમદની ફરિયાદ લઇએ એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઇ ચલાવી રહ્યા છે.

(11:38 am IST)