Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ગોંડલમાં સગીરા સાથે બિભત્સ અડપલા કરનાર મુન્ના બાદશાહનું હવસનું ભૂત પોલીસે ઉતાર્યું

રાશનના રપ હજાર ચુકવી જવાનુ કહી શ્રમીક પરિવારની સગીરાને છોડાવી જવા ધમકી આપી'તીઃ કોરોના ટેસ્ટ બાદ આરોપીની ધરપકડ કરાશે : માતા વિહોણી નોંધારી સગીરાને ફૈબાએ આશરો આપ્યો

ગોંડલ તા. ર૮ : ગોંડલમાં શ્રમીક પરિવારની સગીરાને ગોંધી રાખી બિભત્સ અડપલા કરનાર ઢગાને પોલીસે પકડી પાડી આકરી સરભરા કરી હવસનું ભૂત ઉતારી નાખ્યું હતું. પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવુતિ કરતા માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજયગુરુ અને તેમના પત્ની પાલિકાના સદસ્યા અનિતાબેન રાજયગુરુ ના ધ્યાને માતા વગરની સગીરા સાથે શારીરિક છેડછાડ થયું હોવાનું આવતા સગીરા પાસે પહોંચ્યા હતા અને સગીરાએ આપવીતી જણાવતા અવાચક થઈ ઉઠ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પોલીસ ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હતું કે તેના પિતા જામવાડી જીઆઇડીસી પાસે મજૂરી કામ કરે છે અને તેની સાથે મજૂરી કામ કરતો મુન્નો બાદશાહ નામનો શખ્સ અવારનવાર રાશન લઈ આવતો હોય જેની રકમ રૂ. ૨૫૦૦૦ થઈ ગઈ હોવાનું જણાવી રૂપિયા પરત માંગી સગીરાને ગોંધી રાખી હતી દરમ્યાન ગત રાત્રીના સગીરાની છાતી ઉપર અવારનવાર હાથ ફેરવ્યા હતા તેમજ ગુપ્તાંગે માથા ભરાવી વારંવાર છેડતી કરી હતી. ઢગા એ હસ્તમૈથુન કરી વિકૃતતા દાખવી હોય પોલીસે સગીરાની ફરિયાદ પરથી મુન્નો બાદશાહ વિરુદ્ઘ પ્રોકસો, આઈપીસી ૩૫૪ એ, ૫૦૬ (૨) મુજબ ગુન્હો નોંધી તેને દબોચી લઇ ચાકરી સરભરા કરી હવસનું ભૂત કાઢી નાંખ્યુ હતું. સીટીપીઆઇ રામાનુજે જણાવ્યું હતું કે, આરોપી મુન્નાનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરાશે.  બીજી બાજુ ભોગ બનનાર સગીરાને તેના ફૈબાએ આશરો આપી માનવ સેવા ટ્રસ્ટને જાણ કરી હતી.

(11:38 am IST)