Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

૪૧ ડીગ્રી તાપ વચ્ચે સૌરાષ્ટ્રમાં બીજે દિ' માવઠુ

લાલપુર- જામજોધપુર- કાલાવડ, પાંચદેવડા સહિતના વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ર ઇંચ વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૧ ડીગ્રી તાપમાન વચ્ચે માવઠુ વરસતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

ગઇકાલે સતત બીજા દિવસે કાલાવડ, લાલપુર, જામજોધપુર, પાંચદેવડા સહિતના વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ર ઇંચ જેટલો  વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રવિવારે સૌરાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાએ વરસાદી ઝાપટા અને કરા પડયા બાદ ગઇકાલે લાલપુર તાલુકામાં પણ તોફાની પવન સાથે સામાન્ય ઝાપટ પડયા હતાં. તાલુકાના રકકા-ખટીયા, મોટા ખડબા સહિતના ગામોમાં કાલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ સાંજે ૪ વાગ્યા બાદ વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડયા હતાં. આવી જ રીતે સમાણા, શેઠવડાળા, દલદેવળીયામાં પણ વરસાદ પડયો હતો.

ગઇકાલે સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીની આસપાસ રહ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ૪૦.૬, અમરેલીમાં ૪૦.ર, સુરેન્દ્રનગરમાં ૪૧, ડીગ્રી ગરમી પડી હતી. દરિયાઇ વિસ્તારોમાં પોરબંદરમાં ૩૩.૭, વેરાવળમાં ૩૦, દીવમાં ૩૩.ર, કેશોદમાં ૩૭.૪, ઓખામાં ૩ર.ર, દ્વારકામાં ૩ર.૩, ભાવનગરમાં ૩૮.૧ ડીગ્રી ગરમી હતી. અમદાવાદમાં ૪૦.૭, ડીસામાં ૪૦.૧, ગાંધીનગરમાં ૪૧ ડીગ્રી ગરમી પડી હતી.

જામનગર : આજનું હવામાન ૩૬.પ મહત્તમ રપ લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:38 am IST)