Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ નવા રર કેસઃ સેમ્પલ જામનગર મોકલ્યા

પોરબંદર તા. ર૮: આજે સવારે કોરાનાના શંકાસ્પદ રર નવા કેસ ભાવસિંહજી સીવીલ હોસ્પિટલમાં આવતા સેમી આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે અને તેમના સેમ્પલ લઇને જામનગર રિપોર્ટ માટે મોકલ્યાં છે.

કોરાનાના શંકાસ્પદ રર નવા કેસમાં ૧૦ પુરૂષ અને ૧ર સ્ત્રીઓ છે. જયારે ગઇકાલે સવારે કોરાનાના નેગેટીવ ર૦ કેસના નમૂના જામનગર મોકલ્યા બાદ આ ર૦ દર્દીઓના કોરાના રિપોર્ટ નેગેટીવ આવેલ છે.

(11:40 am IST)