Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ભાવનગરમાં વધુ એક યુવતીને કોરોના પોઝીટીવઃ કુલ આંક ૪૨

૧૬ દર્દીઓ સારવારમાં ૨૧ દર્દીઓ સાજા થઇ જતા રજા અપાઇ

 ભાવનગર, તા.૨૮: ભાવનગર શહેરમાં આજે મંગળવારે સવારે વધુ એક યુવતીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં ભાવનગરમાં કોરોના પોઝીટીવનો આંક વધી ૪૨ થયો છે.

કોરોના વાયરસનો ચેપ ભાવનગરમાં વધી રહ્યો છછે. એક દિવસનાં વિરામ બાદ આજે મંગળવારે સવારે વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. આ અંગે જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આપેલ માહિતી મુજબ ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ વિસ્તારમાં રહેતા સબીનાબેન ઇર્શાદભાઇ ઉમરાણી (ઉ.વ.૨૪) ને કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે. આ સાથે ભાવનગરમાં કોરોના પોઝીટીવનો કુલ આંક ૪૨ થયો છે.

ભાવનગરમાં અત્યાર સુધી કુલ ૪૨ પોઝીટીવમાં પાંચના મોત નીપજયા છે જયારે ૨૧ દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે. તો હાલમાં સરકારી હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવારમાં છે.

(11:36 am IST)