Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉનમાં સતત ઘરે રહેતાં હોવાથી કલેશ વધતાં વિજયભાઇનું અગ્નિસ્નાન

વઢવાણના પ્રોૈઢ રાજકોટ સારવારમાં: નશો કર્યા બાદ બાથરૂમમાં જઇ કાંડી ચાંપી લીધી

રાજકોટ તા. ૨૮: વઢવાણમાં ગણપતી ફાટક નજીક રહેતાં વિજયભાઇ રામજીભાઇ ડોડીયા (વણકર) (ઉ.વ.૫૧)એ ઘરના ફળીયામાં બાથરૂમમાં જઇ અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં સારવાર હેઠળ છે.

વિજયભાઇ સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેના સ્વજન અમિતભાઇના કહેવા મુજબ વિજયભાઇને નશો કરવાની આદત છે. હાલમાં લોકડાઉનને કારણે સતત ઘરમાં જ રહેતાં હોઇ તે કારણે ઘરના બધા લોકો સાથે કલેશ વધી ગયો હતો. ગઇકાલે બપોરે નશો કરીને આવ્યા બાદ બાથરૂમમાં જઇ અગ્નિસ્નાન કરી લેતાં પરિવાજનોને જાણ થતાં રૂમમાંથી બહાર દોડી આવી ગોદડાથી આગ બુઝાવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે  જરૂરી કાર્યવાહી કરી સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી.

(11:35 am IST)